________________
[ ૫૬ ]
શ્રી કરવિજ્યજી
આત્મધર્મ રૂપ ધન પ્રગટે છે, તેથી રાગ, દ્વેષ ને માહરૂપ ભાવરિદ્ધપણું દૂર થાય અને જન્મ-જરા-મરણુરૂપ કરજના ભય ભાંગે—અજરામરપણું પ્રાપ્ત થાય.
પ્રશ્ન ૪૦—માહરાજાના મૂળ મંત્ર ક્યા? તેથી કેવું ફળ નીપજે
ઉત્તર—રાગ ને દ્રેષ અથવા હું ને મારું એ મહાદુ:ખદાયક માહ રાજાના મૂળ મંત્ર છે; તેથી જ કર્મ બંધાય છે. તે ઉદયમાં આવતાં આર્ત્ત રૌદ્ર ધ્યાન થાય છે, જેથી વિષયકષાય સેવી, ઘણાં કર્મ બાંધી, ભવપરંપરાની વૃદ્ધિ થયા કરે છે.
પ્રશ્ન ૪૧—સમ્યગ્દષ્ટિ વિગેરે રત્નત્રયીના અર્થ ને લક્ષણ કહેા. ઉત્તર—સમ્યગ્ ( યથાર્થ ) દષ્ટિ તે શ્રદ્ધાન, સમ્યજ્ઞાન તે યથાર્થ જાણવુ' ને સમ્યગ્ ચારિત્ર તે યથાર્થ આચરવું.
પ્રશ્ન ૪૨—ગુણગ્રાહી, ગુણુગવેષી ને સહાયકારી એટલે શું ? ઉત્તર—અવગુણુને ઉવેખી ગુણ લેવાય તેટલે લેનાર તે ગુણગ્રાહી, ગુણીને શેાધનાર તે ગુણગવેષી અને ગુણષ્ટિએ તેને પુષ્ટિ આપનાર તે સહાયકારી જાણવા.
પ્રશ્ન ૪૩—માવીશ પરીષહેામાં શીત ( અનુકૂળ ) કેટલા ? ને ઉષ્ણ ( પ્રતિકૂળ ) કેટલા ?
ઉત્તર—સ્ત્રી ને સત્કાર એ એ શીત-અનુકૂળ ને માકીના ઉષ્ણુ-પ્રતિકૂળ છે.
પ્રશ્ન ૪૪—ઉપસર્ગ ને પરીષહુમાં ફેર શા ? ઉત્તર-ઉપસર્ગ આત્મકર્મજનિત છે ને પરીષહ સ્વપરજનિત છે.