________________
[૨૪]
શી કપૂરવિજયજી ઉપગ સહિત કરવાથી તે ભાવ–આવશ્યક થાય છે, નહિ તે દેખાદેખીથી ઉપગશૂન્યપણે કરાતું પ્રતિક્રમણ દ્રવ્ય આવશ્યક છે.
પૈષધ–જેથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક સહજ ગુણેને પુષ્ટિ મળે તે પૈષધ. સુશ્રાવક-શ્રાવિકાઓએ પર્વતિથિ પ્રસંગે આ પૈષધ અવશ્ય કરવા એગ્ય છે. તે દિવસે શક્તિ મુજબ ઉપવાસ, આયંબિલ કે એકાશનાદિક તપ, શરીરસત્કાર(સ્નાન-વિભૂષાદિક)ને ત્યાગ, મન, વચન અને કાયાની પાપપ્રવૃત્તિને પરિવાર, અને શુદ્ધ ભાવપૂર્વક બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. બનતાં સુધી તો વિધિ બહુમાન સહિત એ ચારે પ્રકારે પિષધનું પાલન કરવું. જેનાથી સંપૂર્ણ ન બની શકે તેમણે તેમાંથી બને તેટલા પ્રકારનું પાલન કરવા દઢ નિશ્ચય રાખી તેને બનતે લાભ અવશ્ય ઉઠાવ.
ઉક્ત પિષધ સામાન્ય રીતે ચાર પહોર કે આઠ પહોર જેટલા સમયની મર્યાદાથી કરવામાં આવે છે. એટલે વખત રાગ-દ્વેષ રહિત સમભાવરૂપ સામાયિકનો જ અભ્યાસ કરવાનો હોય છે. તેના લાંબા અભ્યાસથી આત્માને અપૂર્વ લાભ મળે છે.
પિષધ વ્રતમાં સામાયિકની પેઠે સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા ગુરુ પ્રમુખની સાક્ષીએ કરવામાં આવે છે. તે મુજબ તેનું પાલન કરવા ભાઈ-બહેનેએ સાવધાન રહેવું જોઈએ. નિદ્રા, વિકથા, વિષય ને કષાયાદિક પ્રમાદને વશ થઈ જવાથી તેની વિરાધના થવા પામે છે, તેથી સામાયિક-પષધ પ્રસંગે તે નિદ્રા, વિકથાદિક પ્રમાદને વિવેકપૂર્વક ત્યાગ કરવો જ જોઈએ. ઉત્તમ ભાઈ-બહેનોએ જે પ્રતિજ્ઞા કરવી તે પિતાની યેગ્યતા પ્રમાણે ડહાપણભરી હોવી જોઈએ, અને તેનું પાલન પણ