________________
[૨૮]
શ્રી કપૂરવિજયજી વડે જ અંત:કરણથી નમ્રભાવે ખામણા કરી લેવા–અરસ્પરસ પ્રેમભાવે ખમવા નમાવવા મેં દુરસ્ત ધાર્યું છે. સૌ કોઈ સદગુણ સજજને મારાં કહેલાં ખામણું સરલભાવે સ્વીકારી લઈ મને વિશેષ આભારી કરશે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૨૦૯ ]
so ease - econ
જેને જીભ વશ નથી તેને સર્વત્ર વેરવિરોધ વર્તે છે અને જેની જીભમાં અમૃત વસે છે તેને ત્રણે જગત વશ થાય છે; તેથી જીભને મોકળી નહીં મૂકતાં કબજે રાખવી.
જીભના અગ્રે સરસ્વતી વસે છે, જીભના અગ્રમાં મિત્રો અને બાંધો હાજર રહે છે. જીભને મેકળી મૂકવાથી રાગ-દ્વેષનું બંધન થાય છે અને તેને સદવિવેકવડે કબજે રાખવાથી ઉક્ત બંધનથી મુક્ત થઈ શકાય. ટૂંકમાં જીભમાં સર્વ સમાયેલું છે. તેને દુરપગ કરવાથી મિત્રો શત્રુ બને છે અને સદુ
પયોગ કરવાથી દુનિયા વશ થાય છે. છે સગુણાનુરાગી શ્રી કરવિજયજી