________________
[ ર૬ ].
શી કપૂરવિજયજી કમળતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શોચ (અંતરશુદ્ધિ-પ્રામાણિક્તા), નિસ્પૃહતા અને બ્રહ્મચર્ય જેવા સદ્દગુણોને લીધે અનુકરણશીલ એવા કંઈક ભવ્યજંનેને ઉપકારક બને છે. જે ઉત્તમ વસ્તુને પોતે રસાસ્વાદ મેળવી શક્યા છે તેને તેવો અપૂર્વ લાભ પિતાનાં પ્રિય બંધુઓ તથા બહેને તથાવિધ પાત્રતાયેગે મેળવવા ભાગ્યશાળી બને એવી ઉદાર ઈચ્છા ને ભાવના હોય છે, તેથી તેઓ તેમાં બનતું કરી પોતાની તેવી ઈચ્છા ને ભાવના સફળ કરવા ચકતા નથી અને એવી ઉત્તમ ઉદારતા અને સજજનતા દાખવી આપણને તેવા ઉદાર સજજન થવા શિખવે છે.
[જે. ધ, પ્ર. પુ. ૪૦, પૃ. ૨૧૫ ]
સંવત્સરી ખામણું ખમીઓને ખમાવીએ સાહેલડી, એહી જ ધર્મને સાર તે.”
" खामेमि सव्वजीवे, सब्वे जीवा खमन्तु मे।"
ઈત્યાદિ હિતવચનને અવલંબી હું સર્વ જીવને ખમાવું છું. સર્વ છે મુજને ખમે-ક્ષમા કરે. સર્વ કઈ પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કેઈ સાથે મારે વૈરભાવ નથી. “આયરિય ઉવજઝાયે” નામના આવશ્યક સૂત્રને આલા યાદ લાવી મારા આત્માને કર્મના ભારથી હળ કરવા સહુ સદગુણ ભાવ-આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તક પ્રમુખ પૂજ્ય પુરુષવરોને તેમજ શિષ્ય, સાધર્મિક, કુળ, ગણ વિગેરે ગુણીજનોને ખમાવવા મારો જીવ ઊજમાળ થયેલ છે. હે સદગુણ નિધાનો ! આપ પૈકી જેમને અજ્ઞાન–અવિવેકવશ બની મેં કલુષિત