________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૫ ] સાવધાનપણે બહાદુરીથી કરવું જોઈએ, જેથી ઉત્તરોત્તર અધિક મહત્ત્વવાળી પ્રતિજ્ઞા લેવાનું અને તેને અખંડ પાળવાનું અધિક બળ પિતામાં આવ્યા વગર રહે નહીં.
અત્યારે તે ગૃહસ્થના સામાન્ય ધર્મરૂપ માર્ગનુસારીપણાનું યથાવિધિ પાલન કરવામાં પણ બહુધા ઉપેક્ષા થતી જેવામાં આવે છે. ધર્મના દઢ પાયારૂપે લેખાતી નીતિ ને પ્રામાણિકતાને અનાદર કરાતો જોવાય છે અને માત-પિતાદિક વડીલ જન જ જ્યારે આવી ઉપેક્ષા કરતા હોય અને સ્વેચ્છા માટે પ્રવર્તતી ઘેલછા તજતા ન હોય તે પછી તેમનું ઘણે ભાગે અનુકરણ કરીને ચાલનારી તેમની સંતતિનું તો કહેવું જ શું? પ્રથમ તે સાચા ધર્મના અથી જનોએ તેના પાકા પાયારૂપ લેખાતી નીતિને દઢ આદર કરી, યથાશક્તિ સુખે પાળી શકાય તેવાં બીજા વ્રત-નિયમે સ્વીકારવાં જોઈએ. તેમજ તેને દઢતાથી પાળવાં જોઈએ, તેમાં શ્રાવક યોગ્ય બારે વ્રતોનો સમાવેશ થાય છે. તે સર્વ સમજીને પછી આદરનાર ભવ્યજનને પાળવાં સહેલાં પડે છે અને બીજાને કઠણ લાગે છે.
આ રીતે જ્ઞાની પુરુષનાં હિતવચનને હૈયે ધરી હિતમાર્ગે ચાલનાર સજને સુખે સ્વહિત સાધી શકે છે; એટલું જ નહીં પણ પિતાની દ્રઢ ટેકથી તેઓ બીજાને પણ માર્ગદર્શક બની શકે છે.
પોપકાર–ગમે તેવા કઠણ સગામાં પણ જેઓ એક ડગલું પણ અનીતિના માર્ગમાં ભરતા નથી, અને લીધેલી ટેકને પ્રાણાન્ત પણે તજતા નથી તેવા પવિત્ર આત્માઓ પિતાનાં શુદ્ધ આચરણથી, પિતાનામાં ખીલેલ ક્ષમા, મૃદુતા