________________
[૩૪]
શ્રી કપૂરવિજયજી ૭. પ્રશ્ન-માર્ગાનુસારીપણાના ગુણવગરના શ્રાવકન કહેવાય?
ઉત્તર–તેવા ગુણવગર તે નામમાત્ર શ્રાવક ભલે કહેવાય પણ પરમાથે તે એ અને અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ગુવડે જ શ્રાવક કહેવાય.
૮. પ્રશ્ન-અક્ષુદ્રતાદિક કયા કયા ગુણે આદરવા જોઈએ ?
ઉત્તર–૧. પરાયાં (છિદ્ર) દેષ જોવાની ટેવ પડી હોય તે તે દૂર કરીને ગુણગ્રાહક દષ્ટિ ધારવી, ગંભીરતા રાખવી.
૨. માયા-કપટ કે શઠતા તજી સરલ સ્વભાવી થવું. ૩. સુદાક્ષિણ્યવંત થવું-પ્રેરણાગે પરહિત કરવા તૈયાર થવું. ૪. નિષ્પક્ષપાતીપણે જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રીતિ ધરવી.
૫. પ્રાણાતે પણ અસત્ય-ધર્મવિરુદ્ધ ભાષણ ન જ કરવું,તેમજ પારકી કુથલી નહિં કરતાં કંઈપણ હિતકારી ધર્મચર્ચા કરવી.
૬. કુટુંબ પણ ધર્મરુચિવાળું હોય, જેથી ધર્મમાં સહાયભૂત થાય.
૭. સ્વતઃ પરેપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮. જે કાર્ય આદરે તે કાર્યકુશળતાથી પાર પાડે.
૯. શરીરની આરોગ્યતા અને ઇંદ્રિયપટુતાદિક સંબંધી સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનનાં અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે તે સાથે હૃદયની કોમળતા પ્રમુખ સદગુણવડે છવ શ્રાવક ધર્મને લાયક બને છે.
૯. પ્રત–આ બધા ગુણે બહુ જ ઉપયોગી હોવાથી