________________
લેખ સંગ્રહ : ૭ :
[૧૭] જન્મ તથા મરણને સર્વથા અંત થયે જ અવિનાશી એક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યગ (યથાર્થ ) દર્શન, જ્ઞાન ને ચારિત્રને સાચા ભાવ-ઉલાસપૂર્વક સેવવાથી એ અક્ષયઅવિનાશી સુખરૂપ મેક્ષ ગમે તે મનુષ્ય-આત્મા મેળવી શકે છે. જે તેવું નિરાબાધ અખંડ સુખ મેળવવા કોઈપણ આત્માને ખરી ઉત્કંઠા થઈ જ હોય તો તેણે તેના પવિત્ર પંથે દઢ મને ચાલવા જેટલું બળ અવશ્ય મેળવી લેવું જોઈએ. ગંભીરતા, ઇંદ્રિયપટુતાદિ સુન્નતા, સમ્યતા, શીતળતા, લોકપ્રિયતા, અક્રૂરતા, પાપભીરુતા, સત્યપ્રિયતા, સુપક્ષતા, દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરેપકારરસિક્તા, લબ્ધલક્ષ્યતા, ચકરતા, કાર્યકુશળતા, અશઠતા, લજજાળુતા અને મધ્યસ્થતાદિ ઉત્તમ એકવીશ ગુણેના દઢ અભ્યાસથી આપણે આત્મા મેક્ષના પવિત્ર પંથે પળવાને પાત્ર (લાયક) બને છે. તેમજ ન્યાય-નીતિ ને પ્રામાણિકતાપૂર્વક વ્યાપાર-વ્યવસાય, શિષ્ટાચારપ્રશંસા, સત્સંગ, ભદ્રિકતા, સમયજ્ઞતા, વ્યવહારદક્ષતા, ઇંદ્રિયદમનરૂપ સંયમ અને કામ, ક્રોધ, લોભ, મદ, માન ને હર્ષ–ઉન્માદરૂપ છ અંતરંગ શત્રુઓને ય કરવાનું લક્ષ્ય વિગેરે માર્ગાનુસારીપણાના ગુણોને અનુસરવાની પણ પૂરી જરૂર છે. એ ઉપગી ગુણોને વિસ્તાર ધર્મબિંદુ, ધર્મરત્ન, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ વિગેરે મૂળ તથા ભાષાંતર ગ્રંથમાં કરવામાં આવેલ છે, તે અતિ આદરપૂર્વક વાંચી, સાંભળી, હૃદયમાં સંઘરી, તેને રસરૂપ કરી પરિણુમાવવાથી જ તેની સાર્થકતા છે. એમ કરવાથી આપણું નૈતિક ધોરણ બહુ જ ઊંચું બનશે અને ઊંચી નીતિ એ જ ધર્મના પાયારૂપ હોવાથી