________________
લેખસંગ્રહ : ૭:
[૧૧] કાળજી રાખવી. ગમે તેવા નિમિત્તથી તત્કાળ દેષ-શુદ્ધિ કરી ન શકાય તે પ્રતિક્રમણ સમયે તે તેનું જરૂર લક્ષ રાખવું. આવા વિશિષ્ટ હેતુથી દેવસી અને રાઈ પ્રતિક્રમણની વિધિ પ્રવર્તે છે. કષાયાદિક પ્રમાદથી તેમ ન થઈ શકયું તો પાક્ષિક, ચાતુર્માસિક અને છેવટે સાંવત્સરિક પ્રતિક્રમણ પ્રસંગે તે અવશ્ય આપણું પાપની આલોચના સદ્દગુરુ સમીપે નમ્રપણે નિ:શલ્યપણે કરવી જ જોઈએ. તથા પ્રકારના સુગુરુને એગ ન હોય તો સ્થાપનાચાર્ય તેમજ પ્રભુ પ્રતિમા સમીપે પણ નિજ આત્મઉપયોગ જાગૃત રાખીને સામાયિક પ્રતિક્રમણ પ્રસંગે પિતાના પાપની આલોચના કરી શકાય છે. મરણ–અવસાન વખતે પણ સમકિતશુદ્ધિને અર્થે તેમજ નિજ વ્રતની યથાર્થ આરાધના નિમિત્તે છેવટ સુધી જે જે અતિચારાદિ દોષો સેવાયા હોય તે સઘળા શાંત ચિત્ત રાખીને ઉલસિત ભાવે આલોચવા (નિંદવા) ગ્ય છે. તથા જે જે સુકૃત કરણી તન, મન, વચન કે ધનથી કરીકરાવી હોય તે સર્વે અનુમોદવા ગ્ય છે. ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ સાધુ અને ૪ કેવળીભાષિત ' ધર્મ એ ચારનું શરણ એક મનથી આદરવા યોગ્ય છે. છેવટે જગતના સર્વ જીવો સાથે ત્રિકરણ શુદ્ધિએ ખામણું ખસુસ (જરૂર) કરવાં જોઈએ. જીવરાશિ ખમાવવા અને પુણ્ય પ્રકાશનું સ્તવન તથા ચઉસરણ પાયબ્રાદિક પુનઃ પુનઃ સંભળાવવાનો મુખ્ય આશય એ છે કેજીવની અંતિમ આરાધના સધાય (પિતાને છેડે સુધરે) કે જેથી ભવભ્રમણ વધારે કરવું ન પડે. જેમની સાથે વૈમનસ્યવેર-વિરોધ થયેલ હોય, તેને તે વિશેષ કરીને નિખાલસ દિલથી ખમાવીને વૈર-વિરોધ ઉપશમાવી ભવભવનાં દુઃખ વારવાને અને ખરા સુખમાં ઠરવાને એ જ અકસીર ઉપાય છે. સુજ્ઞ જને