________________
હવા માં જોવા મળે છે. દવા જીવાડેકે મારે? મારે તેને પણ દવા કહેવાય તો ઝેર કોને કહીશું?
(૩) પૂગ્યા મુરિમાડડઢયા: I - ગુણ ગરિમાથી મંડિત પૂજ્ય પુરુષોનું આદર બહુમાન કરવું. ગુણથી જ મહાન થઈ શકાય છે, પદથી કે શિષ્ય-પરિવાર કે ભક્તવર્ગથી નહિ. પૂજ્યની પૂજા કરવાથી પૂજકમાં પૂજ્યતા આવે છે. ગુણનો નિયમ છે બહુમાન ક્યાં વિના કદી ન આવે.
ભવસ્થિતિના પરિપાક માટે ત્રણ ઉપાયોમાં “શરણાગતિ સૌ પ્રથમ ઉપાય છે. ચારનું શરણ શા માટે? તેઓ ગુણોથી મંડિત છે. એમનું શરણું લેવાથી એમના ગુણો આપણામાં આવે છે.
ગુણો આપણામાં પડેલા જ છે. કર્મે એને ઢાંકેલા છે. કર્મનું કામ ગુણને ઢાંકવાનું છે. ગુણ બહુમાનનું કામ ગુણોને પ્રગટ કરવાનું છે. જે જે ગુણોનું બહુમાન થતું જાય, તે તે ગુણ અવશ્ય આપણામાં આવે. કયો ગુણ તમને જોઈએ છે? જીવનમાં શું ખૂટે છે? તે જુઓ. જે ગુણ ખૂટે છે તેની હૃદયપૂર્વક અનુમોદના કરો, તમારામાં એ ગુણ અવશ્ય આવશે.
ગુણીની પૂજા કરવી. કઈ રીતે પૂજા કરીશું? મન, વચન અને કાયાથી. મનથી બહુમાન, વચનથી પ્રશંસા અને કાયાથી સેવા કરીને.
આનું નામ જ પૂજા છે. ગુણીની પૂજા ક્યારે થશે? ગુણો પર આદર થશે ત્યારે (૪) થાર્યો અને પુત્રવેશિ - થોડો પણ ગુણ ક્યાંય દેખાય, આદર- ભાવ થવો જોઈએ.
બીજાના ગુણ પર રાગ ધરવાથી આપણને શો ફાયદો? એના પુણ્યધર્મની અનુમોદના થશે. પુણ્યવિના ગુણ આવતા નથી. પુણ્યધર્મની અનુમોદનાથી આપણામાં પણ તે ગુણ આવશે.
હવે, આનાથી ઉલ્ટે કરોઃ થોડો પણ પોતાનો દોષ હોય તેના પર ધિક્કાર ભાવ પેદા કરી હાંકી કાઢો, પણ આપણે ઉછું કરીએ છીએ.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org