________________
છે; દુનિયામાં પણ
આત્માનુભવાધિકારમાં સાધકને છેલ્લે ૨૯ શિખામણો આપવામાં આવેલી છે. એકેક શિખામણ જીવનમાં ઉતારવા જેવી છે.
(૧) કોઈની પણ નિંદા નહિ કરવી.
(૨) પાપી પર પણ ભવસ્થિતિ વિચારવી. સાધનાને નિદા કલંકિત કરી નાખતી હોય છે.
પં. ભદ્રંકર વિ., પૂ. કનક – દેવેન્દ્રસૂરિજી પાસે વર્ષો સુધી રહ્યા છીએ, પણ કદી કોઈની નિંદા સાંભળી નથી.
નિંદા કરવી એટલે પોતાની પુણ્યની મૂડી હાથે કરીને વેડફવી.
યુધિષ્ઠિરના મુખમાં કદી નિંદા નહોતી. કારણકે તેની નજરમાં કોઈ દોષી નહોતો. નિંદા હટાવવા ગુણાનુરાગ જોઈએ. ગુણાનુરાગ હોય ત્યાં નિંદા ફરકી શકતી નથી.
મુંબઈમાં હજારો દુકાનો છે. કોઈ દુકાને તમે ગયા છો ને અમુક વસ્તુ તમને નથી મળતી તો તમે તે દુકાનની નિંદા કરવા નથી લાગતા. બીજી દુકાને પહોંચો છો. તેમ કોઇ સંભવિત ગુણ આપણને ક્યાંક જોવા ન મળે તો તેની નિંદા કરવાની જરૂર નથી. સામી વ્યક્તિ કાંઈ તમારી અપેક્ષા પૂરી કરવા બંધાયેલી નથી.
જેના દુર્ગુણો અને દોષોની આપણે નિંદા કરીએ તેજ દોષો અને દુર્ગુણો આપણામાં આવશે. ચોર અને ડાકુઓને તમે કદી ઘરમાં બોલાવો છો ? દોષ ચોર અને ડાકુઓ છે. મારામાં છે તેટલા દોષો પણ હું સંભાળી શકતો નથી, તો બીજાને શા માટે બોલાવું ? કોઈ દોષો કહેતું હોય તો સાંભળવું પણ નહિ. સાંભળવું જ પડે તેમ હોય તો તે સ્થાન છોડીને રવાના થઇ જવું.
દોષો દુર્ગતિમાં લઈ જાય. દુર્ગતિમાં જવાની તૈયારી છે ? ચંડકૌશિકને દુર્ગતિમાં પણ મહાવીર પ્રભુ મળી ગયા, આપણને કોઈ મહાવીરદેવ મળશે, એવી ખાતરી છે ? કેટલી ઉત્કૃષ્ટ આરાધનાનું પુણ્ય હશે કે સાક્ષાત્ તીર્થંકરનો ભેટો થયો ? કદી વિચાર્યું. એક જ જીવનો ઉદ્ધાર કરવા ભગવાને કેટલું મોટું જોખમ ઉઠાવ્યું ?
* ઘણીવાર શબ્દો પણ છેતરામણા હોય છે. ઉદ્યોગ જેવા શબ્દોનું અપમાન ‘મત્સ્યોદ્યોગ’ વગેરેમાં જોવા મળે છે. ‘દવા’ જેવા શબ્દોનું અપમાન ‘વૃદ્ધે માને વી
૩૨ ... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org