________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ રીતે અરિહંતાદિની આશાતના કરનારાઓને પણ સંખ્યાતાદિ ભેદોથી ભિન્ન સંસારની વૃદ્ધિ છે તે રીતે, મહાનિશીથ સૂત્ર છે –
તીર્થંકરાદિની મહાન આશાતના જે કરે અધ્યવસાયને આશ્રયીને તે યાવત્ અનંતસંસારીપણું પ્રાપ્ત કરે છે.
અને આ રીતે-ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટ કર્યું એ રીતે, ઉસૂત્રભાષણ કરનારાઓને નિયમથી અનંતસંસાર જ છે, એ નિયમ પરાસ્ત થયો.
વળી, ઉસૂત્રભાષણ કરનારાઓને નિયમથી અનંતસંસાર નથી તેની પુષ્ટિ કરવા અર્થે વિશ્વથી સમુચ્ચય કરે છે –
વળી, કાળી દેવી વગેરેને છઠ્ઠા અંગમાં યથાછંદ, યથાછંદવિહારિણી એ પ્રમાણે પાઠથી યથાછંદપણાનું કથન હોવાથી ઉસૂત્રભાષીપણું સિદ્ધ છે; કેમ કે “ઉસૂત્રની આચરણા કરતો અને ઉસૂત્રની પ્રરૂપણા કરતો આ યથાવૃંદ છે. ઇચ્છા અને છંદ એ એકાર્થક છે.” એ પ્રકારે આવશ્યકનિયુક્તિનું વચન છે. અને તેઓનું કાલીદેવી વગેરેનું એકાવતારીપણું પ્રસિદ્ધ છે. એથી આ નિયમ યુક્ત નથી=ઉસૂત્રભાષી નિયમથી અનંતસંસારી હોય એ નિયમ યુક્ત નથી. ભાવાર્થ :
અવતરણિકામાં પૂર્વપક્ષીએ કહેલ કે અન્યદર્શનવાળા એવા દિગંબરાદિ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા છે અને શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓ પ્રમાદી હોય તોપણ ભગવાનના કોઈક વચનને વિપરીત કહેનારા છે તેથી દિગંબરાદિને તીર્થોચ્છેદના અભિપ્રાયથી અનંતસંસાર થઈ શકે, શ્વેતાંબર સાધુને અનંતસંસાર થઈ શકે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – તીર્થોચ્છેદની જેમ સૂત્રોચ્છેદ પણ ઉન્માર્ગ છે. તેથી દિગંબરાદિ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા હોવાથી ઉન્માર્ગમાં છે તેમ તપગચ્છમાં રહેતા પણ સૂત્રોચ્છેદના અભિપ્રાયવાળા હોવાથી ઉન્માર્ગમાં જ છે. અને ઉન્માર્ગમાં જેઓ પ્રવૃત્તિ કરે છે તેઓને સન્માર્ગ પ્રત્યેનો ઉપેક્ષાનો ભાવ કે ઉન્માર્ગ પ્રત્યે રાગનો પરિણામ જેટલા અંશમાં દઢ-દઢતર છે, તે પ્રમાણે તેઓના ભાવના ભેદથી સંખ્યાત-અસંખ્યાત કે અનંતસંસાર થઈ શકે છે. જેમ કોઈ તીર્થંકરાદિ આશાતના કરે તેઓને તે આશાતના કાળમાં જેટલો તીવ્ર પરિણામ તે પ્રમાણે સંસારની વૃદ્ધિ થાય છે, તેમ ઉત્સુત્ર આચરણ કે ઉસૂત્ર પ્રરૂપણા કરતા તીર્થોચ્છેદનો કે સૂત્રોચ્છેદનો અભિપ્રાય હોય તે સર્વને તેના ભાવના પ્રકર્ષ-અપકર્ષ પ્રમાણે પોતાનામાં વિદ્યમાન સંસારની વૃદ્ધિ થાય છે. આ રીતે ઉસૂત્રભાષીને નિયમથી અનંતસંસાર છે તે પ્રમાણે નિયમ કોઈક કહે છે તેનું નિરાકરણ થાય છે.
વળી, ઉસૂત્રભાષણ કરનારને અનંતસંસાર નથી તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – છઠ્ઠી જ્ઞાતાધર્મકથાસૂત્રરૂપ આગમમાં કાલીદેવી વગેરેને યથાછંદ કહ્યા છે. યથાછંદ નિયમા ઉસૂત્રભાષી છે તેમ સિદ્ધ છે; કેમ કે આવશ્યકનિર્યુક્તિમાં ઉસૂત્રની આચરણા કરતો અને ઉત્સુત્રને બોલતો આ યથાછંદ છે તેમ કહ્યું છે. ત્યાં યથાછંદમાં “છંદ' શબ્દ ઇચ્છા અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે યથાવૃંદ હોય તે પોતાની ઇચ્છા પ્રમાણે