________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-પ અવતરણિકાર્ચ -
નનુ'થી કોઈક કહે છે – આ વિશેષ છે પરપક્ષગત ઉસૂત્રભાષણ કરનારા=દિગંબરાદિ પક્ષમાં રહેનારા, ઉસૂત્રભાષણ કરનારા, “અમે જ જૈનો છીએ, બીજાઓ વળી જેવાભાસો છે." એ પ્રમાણે તીર્થતા ઉચ્છેદના અભિપ્રાયથી પ્રવર્તમાનનું સન્માર્ગનાશકપણું હોવાથી નિયમથી અનંતસંસારીપણું છે. વળી સ્વપક્ષમાં રહેલા વ્યવહારથી માર્ગમાં આવેલા જીવોનો આ અભિપ્રાય=તીર્થના ઉચ્છેદનો અભિપ્રાય, સંભવતો નથી; કેમ કે તેના કારણ એવા=તીર્થના ઉચ્છેદના અભિપ્રાયતા કારણ એવા, જેન પ્રવચનના પ્રતિપક્ષભૂત અપર માર્ગના અંગીકારનો અભાવ છે. આથી કહે છે – ભાવાર્થ :
નનુ'થી કોઈક શંકા કરે છે કે શ્વેતાંબરસંપ્રદાયના જૈનદર્શનથી અન્યદર્શનમાં રહેલા દિગંબરાદિ માને છે કે અમે જૈનો છીએ, અન્ય જૈનાભાસો છે. તેથી તેઓની માન્યતાનુસાર તેઓથી અન્ય જે શ્વેતાંબર છે અને જેઓ શુદ્ધ ભગવાનના વચનાનુસાર ચાલનારા છે તેઓની તે પ્રવૃત્તિને પણ તેઓ મિથ્યા પ્રવૃત્તિ કહે છે. તેથી જિનવચનાનુસાર શ્વેતાંબરસાધુની પ્રવૃત્તિ જે તીર્થ સ્વરૂપ છે તેના ઉચ્છેદના અભિપ્રાયવાળા પરપક્ષગત દિગંબરાદિ છે. માટે તેઓ સન્માર્ગના નાશક છે. તેથી તેઓ અનંતસંસારી છે. અને સ્વપક્ષમાં રહેલા વ્યવહારથી શ્વેતાંબરમાર્ગને અનુસરનારા એવા યથાવૃંદાદિ સાધુઓને આવો અભિપ્રાય સંભવી શકતો નથી; કેમ કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના માર્ગને સ્થૂલથી પણ માર્ગરૂપે સ્વીકારે છે. તેથી તેઓ જે કાંઈ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરે છે તેટલા અંશમાં જ તેઓને ઉત્સુત્રભાષણ સંભવે. માટે તેઓને અનંતસંસાર થઈ શકે નહિ. આ પ્રકારનો ભેદ કોઈક બતાવે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
तित्थुच्छेओ ब्व मओ सुत्तुच्छेओवि हंदि उम्मग्गो । संसारो अ अणंतो भयणिज्जो तत्थ भाववसा ।।५।।
છાયા :
तीर्थोच्छेद इव मतः सूत्रोच्छेदोऽपि हंदि उन्मार्गः।
संसारश्चानन्तो भजनीयस्तत्र भाववशात्।।५।। અન્વયાર્થ:
તિત્યુછેગો શ્વ=તીર્થના ઉચ્છેદની જેમ, સુત્યુઝેગોવિદંદિ=સૂત્રનો ઉચ્છેદ પણ, મોકઉન્માર્ગ કહેવાયો છે. આ તત્વ અને ત્યાં તીર્થના ઉચ્છેદમાં કે સૂત્રના ઉચ્છેદમાં, માવવા=ભાવના વશથી, મુનો સંસા-અનંત સંસાર મળજ્ઞા=ભજનીય છે. ||પા