________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪
૧૩
ટીકા -
तुल्लेवित्ति । तेन-मध्यस्थस्य कुलादिपक्षपाताभावेन तुल्येऽपि उत्सूत्रभाषणादिके दोषे सति पक्षविशेषेण या विशेषोक्तिः 'स्वपक्षपतितस्य यथाछन्दस्याप्यपरमार्गाश्रयणाभावान तथाविधदोषः, परपक्षपतितस्य तून्मार्गाश्रयणानियमेनानन्तसंसारित्व'मिति सा=विशेषोक्तिः निश्रिता पक्षपातगर्भा, इति तां सूत्रोत्तीर्णा = आगमबाधितां ब्रुवते मध्यस्थाः । आगमे ह्यविशेषेणैवान्यथावादिनामन्यथाकारिणां च महादोषः प्रदर्शितस्तत्कोऽयं विशेषो यत्परपक्षपतितस्यैवोत्सूत्रभाषिणोऽनन्तसंसारित्वनियमो न स्वपक्षपतितस्य यथाछन्दादेरिति ।।४।। ટીકાર્ય :
તેન .... થાઇનાિિત | ‘તુમ્નેવિત્તિ' પ્રતીક છે. તે કારણે મધ્યસ્થ પુરુષને કુલાદિના પક્ષપાતનો અભાવ હોવાને કારણે તુલ્ય પણ ઉસૂત્રભાષણાદિ દોષ હોતે છતે પક્ષ વિશેષથી જે વિશેષની ઉક્તિ છેઃસ્વપક્ષમાં રહેલા યથાછંદને પણ અપર માર્ગના આશ્રયનો અભાવ હોવાથી તેવા પ્રકારનો દોષ તથી અર્થાત્ પરપક્ષમાં રહેલા ઉસૂત્ર-ભાષણ કરનારને જેવા પ્રકારનો દોષ છે તેવા પ્રકારનો દોષ નથી. વળી પરપક્ષમાં પતિતને ઉન્માર્ગનો આશ્રયણ હોવાથી નિયમથી અનંતસંસારીપણું છે. એ પ્રકારની જે વિશેષ ઉક્તિ છે, તે વિશેષ ઉક્તિ નિશ્ચિત છે=પક્ષપાત ગર્ભ છે. એથી તેને=પક્ષપાતગર્ભ એવી વિશેષ ઉક્તિને, મધ્યસ્થ પુરુષ સ્ત્રઉત્તીર્ણ આગમબાધિત, કહે છે.
પૂર્વમાં કહ્યું કે તુલ્ય દોષમાં પક્ષવિશેષથી જે ભેદ કરવામાં આવે તે ઉત્સુત્ર છે તેમ મધ્યસ્થ કહે છે. તેને સ્પષ્ટ કરવા માટે કહે છે –
આગમમાં અવિશેષથી સ્વપક્ષ-પરપક્ષના ભેદ વગર અન્યથા બોલનારાઓને સર્વજ્ઞતા વચનથી અન્યથા બોલનારાઓને અને સર્વજ્ઞતા વચનથી અન્યથા કરનારાઓને મહાદોષ બતાવાયો છે. તે કારણથી આ વિશેષ પક્ષપાત શું છે અર્થાત્ કોઈ વિશેષ પક્ષપાત યુક્ત નથી, જે પરપક્ષમાં રહેલા જ ઉત્સત્રભાષીને અનંતસંસારીત્વનો નિયમ છે, સ્વપક્ષમાં રહેલા યથાવૃંદીઓને અનંતસંસારીત્વનો નિયમ નથી, એ પ્રકારનો વિશેષ પક્ષપાત યુક્ત નથી એમ અવય છે. જu. ભાવાર્થ :
મધ્યસ્થ પુરુષો પક્ષપાતવાળું વચન સ્વીકારતા નથી. તેથી ગાથામાં કહ્યું તે પ્રકારનું પક્ષપાત વચન મધ્યસ્થને સ્વીકારવું ઉચિત નથી. ગાથામાં પક્ષપાતવાળું વચન કેવું છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકાર કહે છે – કેટલાક લોકો એમ માને છે કે જૈનદર્શન કરતાં અન્યદર્શનમાં રહેલા જે ઉસૂત્રભાષણ કરે છે તેનાથી તેઓને અનંતસંસાર થાય છે; કેમ કે અન્યદર્શનવાળા ભગવાનના વચનથી વિપરીત એવા ઉન્માર્ગનો આશ્રય કરનારા છે માટે તેઓને અનંતસંસાર જ થાય. અને જૈનદર્શનમાં રહેલા યથાછંદને અનંતસંસાર