________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩
૧૧
ટીકા :
मध्यस्थश्चानिश्रितव्यवहारी स्यात, उपलक्षणत्वादनुपश्रितव्यवहारी च, तत्र निश्रा रागः, उपश्रा च द्वेष इति रागद्वेषरहितशास्त्रप्रसिद्धाऽऽभाव्यानाभाव्यसाधुत्वासाधुत्वादिपरीक्षारूपव्यवहारकारीत्यर्थः, अत एव तस्य मध्यस्थस्य, गुणपक्षो='गुणा एवादरणीयाः' इत्यभ्युपगमो भवति, न तु कुलगणादिनिश्रा निजकुलगणादिना तुल्यस्य सद्भूतदोषाच्छादनयाऽसद्भूतगुणोद्भावनया च पक्षपातरूपा, तथा कुलगणादिना विसदृशस्यासद्भूतदोषोद्भावनया सद्भूतगुणाच्छादनयाऽपि चोपश्राऽपि न भवति इत्यपि द्रष्टव्यम्, इति एतद् व्यवहारग्रन्थे सुप्रसिद्धम्, निश्रितोपश्रितव्यवहारकारिणः सूत्रे महाप्रायશ્ચિત્તોપદેશાત્ ારા ટીકાર્ય :
મધ્યસ્થાનિશ્રિત ... મહાપ્રાયશ્ચિત્તોવશાત્ II અને મધ્યસ્થ અનિશ્રિત વ્યવહારી છે. ઉપલક્ષણથી અનુપશ્રિત વ્યવહારી છે. ત્યાં નિશ્રા અને ઉપશ્રામાં, નિશ્રા રાગ છે, ઉપશ્રા દ્વેષ છે. એથી રાગદ્વેષ રહિત શાસ્ત્ર પ્રસિદ્ધ આભાવ્ય-અનાભાવ્ય, સાધુત્વ-અસાધુત્વાદિ પરીક્ષારૂપ વ્યવહાર કરનાર મધ્યસ્થ છે.
આથી જ મધ્યસ્થ પુરુષ રાગદ્વેષ રહિત પરીક્ષારૂપ વ્યવહારને કરનાર છે. આથી જ, તેને મધ્યસ્થને, ગુણનો પક્ષ છે ગુણ જ આદરણીય છે, એ પ્રકારનો સ્વીકાર છે; પરંતુ નિકુલ-ગણાદિથી તુલ્યના સદ્ભૂત દોષના છાદન વડે અર્થાત્ વિદ્યમાન દોષને છુપાવવા વડે અને અસભૂત ગુણના ઉભાવન વડે પક્ષપાતરૂપ કુલ-ગણાદિની નિશ્રા હોતી નથી, અને કુલ-ગણાદિથી વિસદશના અવિદ્યમાન દોષતા ઉભાવનથી અને વિદ્યમાન ગુણના છાદનથી પણ ઉપશ્રા પણ થતી નથી. એ પ્રમાણે પણ જાણવું, આ વ્યવહારગ્રંથમાં સુપ્રસિદ્ધ છે; કેમ કે નિશ્રિત ઉપશ્રિત વ્યવહાર કરનારાને સૂત્રમાંક વ્યવહારસૂત્રમાં, મહા પ્રાયશ્ચિત્તનો ઉપદેશ છે. કા. ભાવાર્થ :
સમ્યગ્દષ્ટિ જીવ સુપરીક્ષાપૂર્વક તત્ત્વનો નિર્ણય કરનાર હોય છે. તેવો જીવ રાગ-દ્વેષ રહિત સાધુના આભાવ્ય-અનાભાવ્યની વિચારણા કરે છે અને “આ વચન સાધુ છે, અને આ વચન અસાધુ છે” તે પ્રકારે પરીક્ષા કરીને નિર્ણાત પદાર્થને અનુસાર વ્યવહાર કરે છે. વળી આવા મધ્યસ્થ સાધુઓ ગુણના જ પક્ષપાતવાળા હોય છે. તેથી પોતાના કુલ-ગણના સાધુઓમાં કોઈ વિદ્યમાન દોષ હોય તેને છુપાવીને અને અસદ્ ગુણનું ઉલ્કાવન કરીને પોતાના પક્ષ પ્રત્યે રાગ ધારણ કરતા નથી.
વળી, પોતાના પક્ષથી વિરુદ્ધ પક્ષવાળા જીવો પ્રત્યે તેમના અવિદ્યમાન દોષોને બતાવીને વિદ્યમાન પણ ગુણોને ઢાંકતા નથી. આ પ્રકારની દ્રષની પ્રવૃત્તિ મધ્યસ્થ પુરુષને હોતી નથી. કેમ આવી નિશ્રા-ઉપશ્રા