________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨
G
વળી, શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પરીક્ષાનું મૂલ મધ્યસ્થપણું છે એમ સર્વજ્ઞ કહે છે. આશય એ છે કે ભગવાનના વચનના બળથી કોઈક જીવે શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું તે શ્રુતજ્ઞાન સર્વજ્ઞના વચનને અનુપાતી હોય તો સમ્યગ્ શ્રુતજ્ઞાન બને અને ભગવાનના વચનને અનુપાતી ન હોય તો મિથ્યાશ્રુત બને. તેથી તત્ત્વના અર્થી જીવો કોઈ મહાત્મા દ્વારા કહેવાયેલા વચનની અને તે વચન અનુસાર સેવાતી આચરણાની પરીક્ષા કરવા માટે યત્ન કરે છે, આમ છતાં જો તેમનામાં મધ્યસ્થભાવ ન હોય તો તે પરીક્ષા દ્વારા તેમને તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં. તેથી શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પરીક્ષા માટે સમ્યગ્ પ્રકારનો યત્ન, બુદ્ધિની પટુતાદિ આદિ અનેક કારણો છે, તોપણ પ્રકૃષ્ટ કારણ મધ્યસ્થપણું જ છે; કેમ કે મધ્યસ્થતાપૂર્વક ધર્મવાદમાં કરાયેલા યત્નથી અજ્ઞાત વિષયમાં તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પરીક્ષા દ્વારા તત્ત્વની પ્રાપ્તિમાં મૂળ કારણ મધ્યસ્થપણું છે. તેથી અન્ય પ્રકારના માધ્યસ્થ્યને ગ્રહણ કરીને કયા પ્રકારનું મધ્યસ્થપણું તત્ત્વપ્રાપ્તિમાં મૂળ કારણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકા૨શ્રી કહે છે કે કેટલાક જીવો સર્વ દર્શનો પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરે છે પરંતુ “આ અસત્, આ સત્ છે” તેવો નિર્ણય કરીને સત્ પ્રત્યે પક્ષપાત કરતા નથી, તેવું મધ્યસ્થપણું જે જીવોમાં હોય તે જીવો ધર્મને જાણવા માટે યત્ન કરે તોપણ તત્ત્વને કહેનારા અને અતત્ત્વને કહેનારા સર્વ દર્શનોના વચનો પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરે છે. તેવું મધ્યસ્થપણું તત્ત્વને પ્રતિકૂલ હોવા છતાં અર્થાત્ સદ્-અસદ્ વિષયમાં મધ્યસ્થપણું પરીક્ષા દ્વારા તત્ત્વની પ્રાપ્તિમાં પ્રતિકૂલ હોવા છતાં જે જીવોને દૃષ્ટિરાગ નથી=પોતાના કોઈ પક્ષ પ્રત્યે રાગ નથી, કેવલ તત્ત્વના રાગથી તત્ત્વને જાણવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરાવે તેવું મધ્યસ્થપણું છે, તેવું મધ્યસ્થપણું તત્ત્વની પ્રાપ્તિ પ્રત્યે અનુકૂલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મધ્યસ્થભાવ બે પ્રકારનો છે : (૧) દોષરૂપ મધ્યસ્થભાવ અને (૨) ગુણરૂપ મધ્યસ્થભાવ.
(૧) દોષરૂપ મધ્યસ્થભાવ :
જે જીવો તત્ત્વની પરીક્ષા ક૨વા માટે પ્રવૃત્ત થયેલા હોય, અને તેના માટે કોઈની સાથે વાદ કરતા હોય, અથવા કોઈની પાસે જાણવા યત્ન કરતા હોય, આમ છતાં તે બેના વક્તવ્યમાં કોઈ વક્તવ્ય અતિશયશાલી હોય તોપણ તે બંને પક્ષમાંથી કયો પક્ષ અતિશયશાલી છે ? તેના નિર્ધારણને અનુકૂલ મનોવ્યાપાર કરતા ન હોય, પરંતુ કાચતુલ્ય અને મણિતુલ્ય એવા આ બંને પક્ષો સુંદર છે તે પ્રકારે સમાન ભાવ રાખતા હોય તેવો મધ્યસ્થભાવ પરીક્ષા દ્વારા તત્ત્વની પ્રાપ્તિમાં પ્રતિકૂલ છે; કેમ કે તત્ત્વ પ્રત્યેના અપક્ષપાતરૂપ મિથ્યાત્વના ઉદયસ્વરૂપ હોવાથી દોષરૂપ છે.
(૨) ગુણરૂપ મધ્યસ્થભાવ :
જેઓ તત્ત્વની પ્રાપ્તિ અર્થે કોઈક પાસે તત્ત્વ સમજવા પ્રયત્ન કરતા હોય કે તત્ત્વની પ્રાપ્તિ અર્થે કોઈની સાથે વાદ કરતા હોય, ત્યારે તત્ત્વને જાણવા માટે કરાતા યત્ન દરમિયાન કે વાદ દરમિયાન પોતે જે