________________
૧૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨, ૩
સિદ્ધાંતને સ્વીકારેલો છે તે સિદ્ધાંતને હાનિ થશે એ પ્રકારના ભયનો પ્રયોજક એવો દૃષ્ટિરાગનો પરિણામ નથી તેથી તેઓ તત્ત્વનિર્ણય માટે એ પ્રકારે યત્ન કરે છે જેથી પૂર્વમાં પોતે જે વિપરીત સ્વીકારેલું, તત્ત્વરૂપે ભાસતું હતું તેનો ત્યાગ થાય, અને તત્ત્વની પ્રાપ્તિકૃત પ્રમોદ થાય. આ પ્રકારનો માર્ગાનુસારી ઊહ જેઓમાં છે તેઓમાં ગુણના પક્ષપાતરૂપ મધ્યસ્થભાવ છે. શા અવતરણિકા :
अथ मध्यस्थः कीदृग्भवति? इति तल्लक्षणमाह - અવતરણિકાર્ય :
હવે મધ્યસ્થ કેવો હોય છે ? એથી તેના લક્ષણને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પરીક્ષા દ્વારા તત્ત્વની પ્રાપ્તિ પ્રત્યે મધ્યસ્થપણું મુખ્ય કારણ છે. તેથી હવે તેવા મધ્યસ્થભાવવાળો પુરુષ કેવો હોય છે? તેનો બોધ કરાવવાથે મધ્યસ્થ પુરુષનું લક્ષણ કહે
ગાથા :
मज्झत्थो अ अणिस्सियववहारी तस्स होइ गुणपक्खो । णो कुलगणाइणिस्सा इय ववहारंमि सुपसिद्धं ।।३।।
છાયા :
मध्यस्थश्चानिश्रितव्यवहारी तस्य भवति गुणपक्षः।
नो कुलगणादिनिश्रा इति व्यवहारे सुप्रसिद्धम्।।३।। અન્વયાર્થ :
નક્mો મ=અને મધ્યસ્થ, ગજીયવહાર=અનિશ્રિત વ્યવહારી છે, ત=તેને મધ્યસ્થતે ઉપવલ્લો દોડુ ગુણનો પક્ષ હોય છેeગુણનો પક્ષપાત હોય છે, જે ગુનાસ્લિા -કુલ ગણાદિની નિશ્રા હોતી નથી. રૂએ, વવટામિત્રવ્યવહારસૂત્ર નામના આગમમાં, સુપસિદ્ધ સુપ્રસિદ્ધ છે. lla ગાથાર્થ :
અને મધ્યસ્થ અનિશ્રિત વ્યવહારી છે. તેને મધ્યસ્થને, ગુણનો પક્ષ હોય છેeગુણનો પક્ષપાત હોય છે, કુલ ગણાદિની નિશ્રા હોતી નથી. એ વ્યવહારસૂત્ર નામના આગમમાં સુપ્રસિદ્ધ છે. Il3II