________________
.
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨
પ્રતિકૂલ જ છે. તે=સદ્-અસદ્ વિષયમાં મધ્યસ્થ્યપણું પ્રતિકૂલ જ છે તે, કહેવાયું છે
-
“હે નાથ ! માઘ્યસ્થ્યને સ્વીકારીને જે પરીક્ષકો મણિમાં અને કાચમાં સમાન અનુબંધવાળા=સમાન પરિણામવાળા, છે. તેઓ મત્સરી લોકોની મુદ્રાને=તત્ત્વ પ્રત્યે મત્સરવાળા જીવોની પ્રકૃતિને, સુનિશ્ચિત ઓળંગતા નથી." (અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા શ્લોક-૨૭)
એથી કેવી રીતે તેને=મધ્યસ્થપણાને, તમારા વડે અનુકૂળ કહેવાયું ? એ પ્રમાણે પૂર્વપક્ષ કહે તો ગ્રંથકારશ્રી કહે છે તારી વાત સાચી છે.
છતાં મધ્યસ્થપણું કેમ પરીક્ષાને અનુકૂલ છે ? તે સ્પષ્ટ કરે છે
કેમ કે પ્રતીયમાન સ્ફુટ=સ્પષ્ટ, અતિશયશાલી એવા પર વિપ્રતિપત્તિ વિષયવાળા પક્ષયમાંથી અન્યતર પક્ષ, તેના નિર્ધારણને અનુકૂલ=સ્પષ્ટ અતિશયશાલી પક્ષના નિર્ધારણને અનુકૂલ, વ્યાપારના અભાવરૂપ માધ્યસ્થ્યનું પરીક્ષાને પ્રતિકૂલપણું હોવા છતાં પણ પોતાના વડે સ્વીકારાયેલા પક્ષની હાનિના ભયનું પ્રયોજક એવા દૃષ્ટિરાગના અભાવ લક્ષણ માધ્યસ્થ્યનું તદ્ અનુકૂલપણું છે=પરીક્ષા દ્વારા તત્ત્વની પ્રાપ્તિનું અનુકૂલપણું છે. ૨ા
ભાવાર્થ:
ધર્મ એ જીવનો મૂળભૂત સ્વભાવ છે. તે ધર્મ સિદ્ધ અવસ્થામાં પૂર્ણ છે. સંસારાવસ્થામાં જે ધર્મનું સેવન થાય છે તે સિદ્ધ અવસ્થામાં રહેલા ધર્મની પ્રાપ્તિનું કારણ છે. સંસારાવસ્થામાં જીવો જે ધર્મને સેવે તે શ્રુતચારિત્રરૂપ છે. શ્રુત-ચારિત્રરૂપ સેવાયેલો ધર્મ દુર્ગતિમાં પડતા સંસારી જીવોનું રક્ષણ કરે છે.
કઈ રીતે સેવાયેલો ધર્મ દુર્ગતિમાં પડતા જીવોનું રક્ષણ કરે છે ? તેથી કહે છે ક્ષમાદિ ગુણોના આલંબનના દાનથી ધર્મ જીવનું રક્ષણ કરે છે.
આશય એ છે કે ચારિત્ર ક્ષમાધર્મ આદિ દશ ગુણોસ્વરૂપ છે. તેનો સમ્યગ્ બોધ શ્રુતજ્ઞાનથી થાય છે. જે જીવો શાસ્ત્રનું અધ્યયન કરીને સમ્યગ્-શ્રુતજ્ઞાન મેળવે છે, તેઓને ક્ષમાદિ દશ પ્રકારના પારમાર્થિક ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. જેમ જેમ અધિક અધિક શ્રુત અધ્યયન કરે છે તેમ તેમ ક્ષમાદિ ગુણ વિષયક સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ થાય છે. જેમ જેમ સમ્યગ્ બોધ થાય છે તેમ તેમ તે ક્ષમાદિ ગુણો પ્રત્યે સૂક્ષ્મ સૂક્ષ્મતર રુચિ થાય છે, જે શ્રુતધર્મના સેવનરૂપ ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ છે; કેમ કે સમ્યગ્ બોધરૂપે અને સમ્યગ્ રુચિરૂપે ક્ષમાદિગુણો તે જીવમાં શ્રુતઅધ્યયનથી પ્રગટ થાય છે. વળી જે મહાત્મા તે બોધાનુસાર ઉચિત ચારિત્રાચારના પાલન દ્વારા ક્ષમાદિ ગુણોની આત્મામાં વિશેષ વિશેષતર પરિણતિને પ્રગટ કરે છે તે ચારિત્ર ધર્મરૂપ ક્ષમાદિ ગુણો છે. આ રીતે જે જે અંશથી ક્ષમાદિ ગુણો જીવમાં પ્રગટ થાય છે, તે તે અંશથી તે જીવ દુર્ગતિમાં પડવાથી રક્ષિત બને છે. આથી જ અવિરતસમ્યગ્દષ્ટિ જીવ ક્ષમાદિ દશ પ્રકારના ચારિત્રના પરિણામવાળો નથી તોપણ સભ્યશ્રુત અને સમ્યગ્રુચિના અંશથી ક્ષમાદ પરિણામને કા૨ણે દુર્ગતિમાં જતો નથી.
—