________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧, ૨
કરીને આ પ્રકારે જ પ્રતિજ્ઞા કરેલ હોય આમ છતાં ગ્રંથરચનાકાળમાં વમતિ અનુસાર પદાર્થ લખે તો તે ગ્રંથ પ્રતિજ્ઞા અનુરૂપ નથી તેવો નિર્ણય બુદ્ધિમાનું શ્રોતા કરી શકે. ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરેલી છે તેનું સ્મરણ રાખીને પ્રસ્તુત ગ્રંથ તે પ્રતિજ્ઞાને અનુરૂપ કઇ રીતે છે? તેવું માર્ગાનુસારી ઊહ કરવાથી શ્રોતાને પણ પ્રસ્તુત ગ્રંથમાં દરેક સ્થાને પરિપાટીથી શુદ્ધ અને આગમયુક્તિથી અવિરુદ્ધ ધર્મપરીક્ષા વિધિને બતાવવા માટે આ ગ્રંથ રચાયો છે તેવો યથાર્થ નિર્ણય થાય. તેથી જે શ્રોતા ગ્રંથઅધ્યયનકાળમાં કઈ રીતે આ ગ્રંથ આગમયુક્તિથી અવિરુદ્ધ છે. તે પ્રકારના ઊહપૂર્વક પ્રયત્ન કરે તો ગ્રંથની નિષ્ઠા સુધી ગ્રંથકારશ્રીએ જે પ્રકારે આગમયુક્તિથી પદાર્થો બતાવ્યા છે તે પ્રકારે જ યથાર્થ બોધ કરી શકે. ગ્રંથકારશ્રીના સર્વ વચનો આગમાનુપાતી છે તેવો સ્થિર નિર્ણય થવાથી ભગવાનના આગમ તુલ્ય ગ્રંથકારશ્રીનાં વચનમાં પણ ભક્તિ વિશેષ થાય છે.
અહીં ટીકામાં અંતે કહ્યું કે માધ્યચ્ચે જ ધર્મપરીક્ષામાં પ્રકૃષ્ટ કારણ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ધર્મના અર્થી જીવો ધર્મને જાણવા માટે યોગીઓ પાસે જાય, ધર્મનું શ્રવણ કરે, ધર્મશાસ્ત્ર ભણે તે સર્વ તો ધર્મપરીક્ષામાં કારણ છે, વળી પોતાની બુદ્ધિપ્રતિભા પણ ધર્મપરીક્ષામાં કારણ છે; આમ છતાં ધર્મના અર્થી પણ જીવો સ્વદર્શનમાં પક્ષપાતી હોય તો યથાર્થ ધર્મપરીક્ષા કરી શકે નહિ. પરંતુ જો તે મધ્યસ્થતા ગુણવાળા હોય તો ધર્મના યથાર્થ નિર્ણયમાત્રમાં જ પક્ષપાતને ધારણ કરીને ધર્મને જાણવા માટે ઉદ્યમ કરી શકે. તેઓના મધ્યસ્થતા ગુણને કારણે જ તેઓને યથાર્થ ધર્મની પ્રાપ્તિ થાય છે. માટે ધર્મપરીક્ષામાં અન્ય સર્વગુણો કરતાં માધ્યચ્ય જ પ્રકૃષ્ટ કારણ છે. અર્થાત્ ધર્મની પ્રાપ્તિમાં પ્રકૃષ્ટ કારણ છે. III અવતરણિકા -
एतदेवाह - અવતરણિકાર્ચ -
આને જ=પૂર્વગાથાની ટીકાના અંતમાં કહ્યું કે ધર્મપરીક્ષાથી ધર્મની પ્રાપ્તિમાં મધ્યસ્થપણું જ પ્રકૃષ્ટ કારણ છે. એને જ કહે છે –
ગાથા :
सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । तस्स परिक्खामूलं मज्झत्थत्तं चिय जिणुत्तं ।।२।।
છાયા :
स धर्मो यो जीवं धारयति भवार्णवे निपतन्तम्। तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्।।२।।