________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧
ગુરુ પરિપાટીથી શુદ્ધ તીર્થકરથી માંડીને અવિચ્છિન્ન એવા પૂર્વાચાર્યની પરંપરાના વચનના અનુસરણથી પવિત્ર, અને આગમયુક્તિ દ્વારા અવિરુદ્ધ=સિદ્ધાંત-તર્ક દ્વારા અબાધિત અર્થવાળી, ધર્મપરીક્ષા વિધિને કહીશ તેમ અવય છે. આનાથી–ગુરુ પરિપાટીથી શુદ્ધ, આગમયુક્તિથી અવિરુદ્ધ ધર્મપરીક્ષાની વિધિને કહીશ એ પ્રમાણે ગ્રંથકારશ્રીના વચનથી, અભિનિવેશમૂલક એવી પોતાની કપોલકલ્પનાની શંકાનો પરિહાર થાય છે. અને ઐહિક અર્થમાત્રમાં લુબ્ધક=આ લોકના માન પ્રતિષ્ઠાદિ કાર્યમાત્રમાં આસક્ત એવા જ્ઞાતાંશ દુર્વિદગ્ધોની શાસ્ત્ર ભણીને કંઈક શાસ્ત્રના અર્થોનો બોધ કર્યો છે છતાં શાસ્ત્રના પરમાર્થને યથાર્થ જાણ્યો નથી તેવા જ્ઞાનાંશવાળા અર્ધપંડિતોની, આ=અભિનિવેશમૂલક સ્વકપોલકલ્પિતા, મહાન અનર્થ માટે છે.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાંશ દુર્વિદગ્ધ અર્ધપંડિતો સ્વકલ્પનાથી જે પદાર્થો કહે છે તેમાં પણ ભગવાને કહેલા પદાર્થોનું કંઈક અંશે નિરૂપણ છે, તેથી તેઓની કરાયેલી કલ્પના મહાઅનર્થ માટે કેમ છે ? તેથી કહે છે –
જેટલો જ અર્થ સુનિશ્ચિત છે તેટલો જ આના દ્વારા-ગ્રંથરચના કરવા દ્વારા, નિરૂપણ કરવો જોઈએ, પરંતુ કલ્પના દ્વારા યત્ તફ્લો અસંબદ્ધ પ્રલાપ કરવો જોઈએ નહિ. એ પ્રમાણે મધ્યસ્થ પુરુષો કહે છે. આથી જ સુનિશ્ચિત અર્થતી જ પ્રરૂપણા કરવી જોઈએ આથી જ, ચિરપ્રરૂઢ પણ અર્થને કલ્પના દોષના ભીરુ એવા ગીતાર્થો આહત્ય=સહસા=યથાર્થ નિર્ણય કર્યા વગર, દૂષિત કરતા નથી.
ધર્મરત્વ પ્રકરણમાં તે-કલ્પના દોષમાં ભીરુ એવા ગીતાર્થો, ચિર રૂઢ પણ અર્થને દૂષિત કરતા નથી, એમ જે પૂર્વમાં કહ્યું કે, કહેવાયું છે. •
અને જે સૂત્રમાં વિહિત નથી અને પ્રતિષિદ્ધ પણ નથી, લોકમાં ચિર રૂઢ છે તેને પણ સ્વમતિવિકલ્પિતદોષના ભયવાળા એવા ગીતાર્થો દૂષિત કરતા નથી." (ધર્મરત્નપ્રકરણ ગાથા-૯૯).
અને તેથી જ=જેટલો અર્થ નિર્ણાત હોય તેટલું જ નિરૂપણ કરવું જોઈએ એમ પૂર્વમાં કહ્યું તેથી જ, માધ્યÀ જ ધર્મપરીક્ષામાં પ્રકૃષ્ટ કારણ છે એ પ્રમાણે ફલિત થયું. ૧ ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ ગાથાના પૂર્વાર્ધમાં મંગલાચરણ કરેલ છે અને ધર્મપરીક્ષા ગ્રંથની રચના કરવાની પ્રતિજ્ઞા કરેલ છે. તથા ગાથાના ઉત્તરાર્ધથી તે ધર્મપરીક્ષાની વિધિ સ્વમતિકલ્પનાથી બતાવવાના નથી પરંતુ ગુરુ પરિપાટીથી શુદ્ધ અને આગમ-યુક્તિથી અવિરુદ્ધ ધર્મપરીક્ષા વિધિને કહેશે તેની સ્પષ્ટતા કરેલી છે. જો ગ્રંથકારશ્રી અત્યંત પ્રામાણિક હોય તો જે પ્રતિજ્ઞા કરેલી છે તે પ્રતિજ્ઞાનુસાર જ ગ્રંથની નિષ્ઠા સુધી યત્ન કરશે, તેવો નિર્ણય શ્રોતાને આ કથનથી થાય છે. આમ છતાં કોઈ ગ્રંથકારશ્રીએ પોતાના ગ્રંથમાં મંગલાચરણ