________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧
ભાવાર્થ:
સર્વજ્ઞ વડે રચાયેલ આગમ જીવોના માટે સંસારમાં એકાંતે હિતનું કારણ છે. તે પ્રવચન વિસ્તારવાળા નય, ભાંગા અને પ્રમાણરૂપ હોવાથી અતિ ગંભીર છે. તેથી કલ્યાણના અર્થી પણ વિશિષ્ટ મતિના અભાવવાળા જીવો ભગવાનના પ્રવચનને જાણવા યત્ન કરે તો પણ તેના પરમાર્થને પ્રાપ્ત કરી શકે નહિ. તેથી પોતાનાથી મંદમતિવાળા જીવોના ઉપકારાર્થે સિદ્ધસેનદિવાકરસૂરિ. હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોએ તે ભગવાનના વચનને આગમમાંથી ગ્રહણ કરીને વિસ્તાર કર્યો છે. તેથી જેઓ આગમમાંથી શાસ્ત્રના ભાવોને પ્રાપ્ત કરી શકે તેવી પટુ પ્રજ્ઞાવાળા નથી તેઓને સિદ્ધસેનદિવાકરસૂરિ આદિનાં વચનોથી આગમના પદાર્થોનો બોધ થઈ શકે છે.
વળી સિદ્ધસેનદિવાકરસૂરિ આદિ આચાર્યો અત્યંત મધ્યસ્થ પરિણતિવાળા હતા તેથી આગમમાંથી ભગવાનના વચનને પરમાર્થને જાણ્યા વગર સ્વમતિ દ્વારા કંઈ કહેલ નથી, પરંતુ સર્વના વચનમાંથી તે ગંભીર ભાવોને યથાર્થ રીતે જાણ્યા પછી પોતાનાથી મંદબુદ્ધિવાળા જીવોના ઉપકારાર્થે વિસ્તૃત કર્યા છે જેથી યોગ્ય જીવોને તેનાથી ભગવાનના વચનના પરમાર્થની પ્રાપ્તિ થાય. આમ છતાં દુઃષમકાળના દોષને કારણે ઘણા અર્ધવિદ્વાન ઉપદેશકો સિદ્ધસેનદિવાકરસૂરિ આદિનાં વચનોના સ્વમતિ અનુસાર અર્થ કહીને કેટલાક યોગ્ય જીવોને ભગવાનના વચનમાં વિપરીત બોધ કરાવે છે, તેથી તેઓને ફરી આગમના વચનમાં શંકા થઈ શકે છે. પરિણામે કલ્યાણના અર્થી જીવો જાણવા માટે યત્ન કરવા છતાં પણ ભગવાનના વચનના તત્ત્વને પામી શકતા નથી. તેથી તેઓને થયેલી શંકાનો નિરાસ કરવા માટે–તેઓને ભગવાનના વચનનો યથાર્થ બોધ થાય તે માટે, ધર્મપરીક્ષા નામના આ ગ્રંથનો આરંભ કરાય છે. ગાથા -
पणमिय पासजिणिदं धम्मपरिक्खाविहिं पवक्खामि । गुरुपरिवाडीसुद्धं आगमजुत्तीहिं अविरुद्धं ।।१।।
છાયા :
प्रणम्य पार्श्वजिनेन्द्रं धर्मपरीक्षाविधिं प्रवक्ष्ये।
गुरुपरिपाटीशुद्धम् आगमयुक्तिभ्यामविरुद्धम्।।१।। અન્વયાર્થ :
પક્ષનહિં પાર્શ્વનાથ ભગવાનને, પવિ=પ્રણામ કરીને, કુરિવારીસુદ્ધ-ગુરુ પરિપાટીથી શુદ્ધ, ગમનહિં આગમ અને યુક્તિથી વિરુદ્ધ અવિરુદ્ધ એવી, ઘમરવાવિહિં ધર્મપરીક્ષાવિધિને, વવવામિ હું કહીશ. III