________________
૧૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪, ૫
થઈ શકે નહિ; કેમ કે ભગવાનના વચનનો આશ્રય કરીને ક્રિયા કરનારા છે અને ભગવાનના વચનને પ્રમાણ માનનારા છે. આમ છતાં કોઈક સ્થાને જ પોતાની સ્વચ્છંદ મતિથી ભગવાનના વચનથી વિપરીત કરે છે. માટે ભગવાનના વચનને ઘણા અંશે સ્વીકારનારા છે અને કોઈક અંશથી ભગવાનના વચનથી વિપરીત સ્વીકારનારા છે, તેથી અનંતસંસાર થઈ શકે નહિ. આ પ્રકારનો સ્વદર્શનનો પક્ષપાત કરીને જેઓ ઉસૂત્રભાષણાદિથી સંસારની વૃદ્ધિ સ્વીકારે છે, તેઓનું તે વચન મધ્યસ્થ પુરુષોએ સ્વીકારવું જોઈએ નહિ; કેમ કે આ પ્રકારનું વચન સ્વદર્શન પ્રત્યેના પક્ષપાત અને પરદર્શન પ્રત્યેના દ્વેષથી બોલાયેલું છે.
અહીં પ્રશ્ન થાય કે સ્વદર્શનમાં રહેલા યથાછંદ કરતાં પરદર્શનમાં રહેલા ઉન્માર્ગની પ્રવૃત્તિ કરનારામાં ભેદ છે, તો આ પ્રકારનો વિભાગ પક્ષપાતવાળો છે તેમ કેમ કહી શકાય ? એથી કહે છે –
આગમમાં કોઈ પ્રકારના વિભાગ કર્યા વગર ભગવાનના વચનથી વિપરીત કહેનારાને અને ભગવાનના વચનથી વિપરીત આચરનારાને મહાદોષ કહ્યો છે. તેથી પરદર્શનમાં રહેલા જેમ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરે છે તેમ સ્વદર્શનમાં રહેલા યથાછંદ પણ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરનારા છે. માટે પરપક્ષમાં રહેનારા પોતાની વિપરીત પ્રવૃત્તિને ઉચિત પ્રવૃત્તિરૂપે સ્થાપના કરીને ઉત્સુત્રભાષણ કરે છે. તેમ સ્વદર્શનમાં રહેલા યથાણંદ પણ પોતાની વિપરીત પ્રવૃત્તિને ઉચિત પ્રવૃત્તિરૂપે સ્થાપન કરીને ઉસૂત્રભાષણ કરે છે. માટે સ્વપક્ષના અને પરપક્ષના ઉસૂત્રભાષણને સમાનરૂપે મહાન દોષની પ્રાપ્તિ છે. છતાં સ્વદર્શનના પક્ષપાતથી જેઓ પરપક્ષ અને સ્વપક્ષનો ભેદ કરે છે તેને મધ્યસ્થ પુરુષોએ સ્વીકારવું જોઈએ નહિ.
અહીં વિશેષ એ છે કે જૈન સાધુ વેશમાં હોય, જૈન શ્રાવકના આચાર પાળનારા હોય, અવિરતસમ્યગ્દષ્ટિ હોય કે સંસારી જીવો હોય તે સર્વ જીવોને સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને ઉત્તર ઉત્તર ભૂમિકાના યોગમાર્ગનો સંચય કરવાની ભગવાનની આજ્ઞા છે. તે પ્રમાણે જેઓ કરે છે તેઓ ભગવાનના વચનથી અન્યથાકારી નથી અને આ સર્વ જીવોમાંથી કોઈ પણ જીવ પ્રમાદને વશ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત કૃત્ય ન કરે તે અન્યથા પ્રવૃત્તિ છે અને પોતાની તે અન્યથા પ્રવૃત્તિને ઉચિત પ્રવૃત્તિ કહેવી તે ઉસૂત્રભાષણ છે. માટે ઉત્સુત્રભાષણ માત્ર સાધુને આશ્રયીને નથી પરંતુ શ્રાવકો કે અન્ય સંસારી જીવો પણ કે જેઓ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરે છે અને ભગવાનના વચનને માનતા નથી તે સર્વને જે કંઈ સંસારની વૃદ્ધિ થાય છે તે ઉત્સુત્ર પ્રવૃત્તિથી કે ઉસૂત્રભાષણથી થાય છે. જો અવતરણિકા -
नन्वस्त्ययं विशेषो यत्परपक्षगतस्योत्सूत्रभाषिणो 'वयमेव जैना अन्ये तु जैनाभासा' इत्येवं तीर्थोच्छेदाभिप्रायेण प्रवर्त्तमानस्य सन्मार्गनाशकत्वात्रियमेनानन्तसंसारित्वम्, स्वपक्षगतस्य तु व्यवहारतो मार्गपतितस्य नायमभिप्रायः संभवति, तत्कारणस्य जैनप्रवचनप्रतिपक्षभूतापरमार्गस्याङ्गीकारस्याभावाद्, इत्यत आह -