________________
શ્રી ગૌતમસ્વામી
૨૩ તેમને બે ભાઈ. એકનું નામ અગ્નિભૂતિ ને બીજાનું નામ વાયુભૂતિ. મને પણ મહા વિદ્વાન. તેઓ પિતપોતાનાં ગુરુકુળ ચલાવતા.
આ દેશમાં અપાપા નામે નગરી હતી. ત્યાં સોમિલ નામે એક પૈસાદાર બ્રાહ્મણ હતું. તેને એક વખત માટે યજ્ઞ કરે હતે. એટલે ઈંદ્રભૂતિ ગૌતમને આમંત્રણ મોકલ્યું. તેમના બંને ભાઈઓને પણ આમંત્રણ મોકલ્યા. અને બીજા આઠ વિદ્વાન બ્રાહ્મણને પણ તેડાવ્યા. આ અગિયાર વિદ્વાનોમાં ઇદ્રભૂતિ ગૌતમ સૌથી વિદ્વાન હતા એટલે તેમને યજ્ઞના મુખ્ય આચાર્ય નિમ્યા. નગર બહાર મેટા બગીચામાં યજ્ઞને મંડપ બંધાય ને તેમની આજ્ઞા પ્રમાણે કામ શરૂ થયું. ઘીની આહૂતિઓ અપાવા લાગી. હમ થવા લાગ્યો. વેદની ધુન જામવા લાગી.
એવામાં તેજ બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા. તેઓ મહાજ્ઞાની, મહાતપસ્વી ને થોડા વખત પહેલાં જ કેવળ જ્ઞાન પામેલા. તેમને પ્રતાપ અજબ પડતું. જોકે તેમનું નામ સાંભળી માથું નમાવતા.
અપાપાપુરીમાં આ મહાત્માના આવવાની ખબર પડી. એટલે લોકોના ટોળેટોળાં આવવા લાગ્યા. કોઈ હાથી ઉપર તે કેઈ ઘોડા ઉપર. કેઈ રથમાં તે કઈ પાલખીમાં. કેર ઉંટ પર તે કઈ પગપાળા. આ બધાની ધમાલ જોઈ ગૌતમે વિચાર્યું અહો ! સફળ થયે આજને દિવસ. કેટલા બધા માણસો યજ્ઞમાં ભાગ લેવાને આવે છે ! થેલીવાર થઈ પણ યજ્ઞના મંડપમાં તે કોઈ આવ્યું નહિ એટલે તપાસ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com