________________
શ્રી ગૌતમસ્વામી
મગધ દેશ. ત્યાં નદીનાં નિર્મળાં નીર. કઠે ઝાડનાં ઝુંડ. ફળથી તે લચી પડે. પંખીને ત્યાં મેળો જામે. તેમાં નાની શી કુલવાઈ. જાણે કુલનીજ ખાયું. ત્યાં ભમરાઓ ભમ્યા કરે. પતંગિયાને પાર નહિ. તે વાડીમાં નાની ઝુંપડી. સાદી પણ સુઘડ. આંગણામાં નાનાશા ચોતરાતેમાં યજ્ઞના કુંડ. સાંજ સવાર ત્યાં હવન થાય. તેના ધુમાડે આકાશ ભરાય. પાસે એક ગૌશાળા. તેમાં ભલીભેળી ગાય. અને તેનાં રૂપાળાં વાછરડાં. આ ઈંદ્રભૂતિ ગૌતમ નામે મહા વિદ્વાન બ્રાહ્મણનું ગુરુકુળ.
જુના વખતમાં હાલના જેવી શાળાઓ ન હતી. પણ ગુરુકુળ હતા. આવા ગુરુકુળમાં માબાપ છોકરાઓને ભણવા મોકલે. તેઓ ગુરુ પાસે રહે. ખાય પીએ ને વિદ્યાભ્યાસ કરે. ગુરુ તેમને હેતથી ભણાવે, તેમને મન ગરીબ કે તવંગર સહુના છોકરા સરખા. શિષ્યો સામું બોલે નહિ ને વિનયથી ભણે. બધા સંપસંપીને રહે ને આનંદ કરે. મોટા થાય ને ભણી રહે એટલે ગુરુની રજા લઈને ઘેર આવે.
ઇદ્રભૂતિ ગૌતમના ગુરુકુળમાં પાંચસો વિદ્યાર્થી હતા. તેઓ આ મગધ દેશના જ ગેબર ગામના રહીશ હતા. તેમના પિતાનું નામ વસુભૂતિ ને તેમની માતાનું નામ પૃથ્વી. તેઓ બધા વેદવેદાંતના જાણકાર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com