________________
૨૦.
ચક્રવર્તી સનસ્કુમાર તેટલું ખાવ પીઓ ને એને શણગારે પણ એને ઘડીમાં બગડી જવાનું. અહા ! માણસે આ શરીરને પિષવામાં કેટલાં બધાં પાપ કરે છે ! તેઓ જેટલી મહેનત આ શરીર પાછળ કરે છે તેટલી મહેનત આત્માને પવિત્ર કરવામાં કરે તે કેવું સારું! હવે આ શરીરની માહથી સયું! મરણ કયારે આવશે તે કઈ જાણતું નથી માટે ચાલ અત્યારથી જ હું ત૫નું આરાધન કરૂ-સંયમનું આરાધન કરૂં. એમ વિચારી તેઓએ એક મુનિરાજ પાસે દીક્ષા લીધી. બધા પ્રધાને તથા શેઠ સામતેઓ ખુબ ના કહી પણ તેમનું મન તે વૈરાગ્યથી ભરપૂર થયું હતું તે ચાલવા લાગ્યા. બધા તેમની પાછળ પાછળ ચાલ્યા. છ માસ સુધી કર્યા. પણ હવે સનકુમારને મેહ ઉડી ગયો હતે. ખેટી લાગણી કામ આવે તેમ ન હતું. એટલે સહુ પાછા ફર્યા.
સનકુમાર છઠ્ઠ (બે ઉપવાસ) ઉપર છઠ્ઠ કરવા લાગ્યા. પારણને દિવસે ચણ ને બકરીના દુધની છાશ લેવા લાગ્યા. આ આહારથી તેમને શરીરમાં ભયકર સાત રંગ લાગુ થયા. આખા શરીર ખસ ફુટી નીકળી. સેઝા આવ્યા. શ્વાસ ચડવા લાગે. ખેરાક ઉપર અરૂચિ થઈ. પેટમાં પીડ આવવા લાગી. આંખમાં પીડા થવા લાગી. પણ તેમનું રૂવાડું ફરકયું નહિ. તપ નિરંતર ચાલુ રાખ્યું. આથી ઘણી લબ્ધિઓ (શક્તિઓ) મળી પણ તેમના મનને એનું કાંઈ નહિ, જરા
અભિમાન નહિ. તે ધારે તે એ લબ્ધિઓથી રોગ મટાડી શકે પણ તેમ ન કરતાં બધું સહન કરે.
એક વખત સનકુમાર જ્યાં તપ કરતા હતા ત્યાં બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com