________________
૧૮
ચક્રવતી સનકુમાર તેને ઉત્સવ કર્યો. છેવટે મારા પિતાએ અમને એ બહેનેને પરણવાની તેમને વિનંતિ કરી. તેથી તેઓ અમને પરણ્યા. તેઓ આનંદ કરવા આજે અહીં આવ્યા હતા એવામાં તમે આવ્યા.”
મહેંદ્રસિંહ આ બધી વાત સાંભળી ખુબ આનંદ પાપે. થોડા દિવસ તેમની મહેમાનગત ભેગવી. પછી કહ્યું: મિત્ર! ઘેર માતાપિતા દરેક ક્ષણે તારી રાહ જોઈ રહ્યા હશે. માટે હવે જલદી ચાલ. સનસ્કુમારે તે કબુલ કર્યું. પિતાની સઘળી રિદ્ધિસિદ્ધિ સાથે હસ્તિનાપુર આવ્યા.
માતાપિતા તથા નગરના માણસને ખુબ હરખ થયો. અશ્વસેન રાજાએ આજ વખતે તેમને રાજ્ય સેપ્યું. મહેંદ્રસિંહને સેનાધિપતિ નીમ્યા પછી પિતે દીક્ષા લીધી.
સનકુમાર પિતાના બાહુબળથી એક પછી એક દેશને જીતવા લાગ્યા. તેઓ બધા દેશને જીત્યા તેથી ચકવત કહેવાયા. અને હવે તેમને શેની બેટ રહે! આ દુનિયા પર તેમના જેટલે કેઈને વૈભવ ન્હોતે, તેમના જેટલું કેઈને રૂપ પણ ન્હાતું.
એક વખત દેવસભામાં નાટક થતું હતું. દેવેને રાજા ઇંદ્ર તથા બીજા દેવે તે જોતા હતા. એવામાં ખુબ તેજસ્વી દેવ આવ્યું. બધા તેને જોઈ અંજાઈ ગયાં. થેલીવારે તે ચાલ્યો ગયો. પછી દેએ ઇંદ્રને પૂછયું આ રૂપાળો બીજે કઈ દેવ હશે? ઇદ્ર કહે, અરે! સનકુમાર ચક્રવતીના રૂપ આગળ આ રૂપ શું હિસાબમાં છે! એટલે બે દેવેને મન થયું ચાલે તેમનું રૂપ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com