________________
ચક્રવર્તી સનત્કુમાર
૨૧
વૈઘા આવ્યા. તેમણે કહ્યુંઃ હું રાજ ! અમે ધ વૈદ્ય છીએ. બધાની મત દવા કરીએ છીએ. આપ કહો તે આપના ફાગાની દવા કરીએ. સનત્કુમાર ખેલ્યાઃ અરે ભાઈ! તમે શેની દવા કરા છે? શરીરના રોગની કે આત્માના રાગની ? જો આત્માના રોગ મટાડતા હા તા કડ્ડા. બાકી શરીરના રોગ તે હુ મટાડી શકું છું. એમ કહી કાહી ગયેલો હાથની આંગળી પર થુંક લગાડયું ત્યાં આંગળી ચંપકવરણી થઇ ગઇ. તેના બધા રોગ દૂર થઇ ગયા. આ જોઈ પેલા વૈદ્ય તેમના ચરણે પડયા ને ખેલ્યાઃ હે રાજર્ષિ! અમને ક્ષમા કરો. આપનું રૂપ જોવા પહેલાં પણ અમેજ આવ્યા હતા. આપના જેવા કેાઈ વીરલાજ હશે જે છતી શક્તિએ રેગ ન મટાડતાં સહન કરી લે. પછી તે અંતર્ધાન થયા.
ઘણા વર્ષો આવું ઉગ્ર તપ કરી છેવટે બધા માહ છેડી દીધા. ને અણીના સમયે પચપરમેષ્ઠીનુ ધ્યાન ધર્યું. તે કાળ કરીને દેવ થયા. આવા મહા પરાક્રમી નરવીરાએજ ત્યાગને દીપાવ્યા છે. ત્યાગની કીતિ ફેલાવી છે. સદા વંદન હા એવા ત્યાગીઓને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com