________________
ચકવર્તી સનસ્કુમાર
૧૯ તેઓ બ્રાહ્મણનું રૂપ લઈ હસ્તિનાપુર આવ્યા. રાજમહેલે ગયા. રજા માગી. રજા મળી. દેવે તેમનું રૂપ જોઈને ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યાઃ આતે ઇંદ્રે કહ્યું તેના કરતાં પણ વધારે રૂપ !
સનસ્કુમારે પૂછ્યું: હે ઉત્તમ બ્રાહ્મણે ! આપનું પધારવું કેમ થયું? તેઓએ જવાબ આપેઃ તમારું રૂપ દુનિયામાં વખણાય છે તે જોવા આવ્યા છીએ. સનકુમાર કહે, અરે ! મારું રૂપ જેવું હતું તે અત્યારે શું આવ્યા ? નહાઈ કરીને હું પોશાક પહેરીશ. પછી રાજસભામાં જઈશ ત્યારે જેજે.
એમ કહી નાહ્યા. પછી તેમણે સુંદર પિશાક ને ઘરેણાં પહેર્યા. પછી રાજસભામાં આવ્યા. દેએ જોયું તે તેમાં ખુબ ફેરફાર! અરે ! ઘડી પહેલાંનુ રૂપ ઉલટું કેમ બદલાઈ ગયું! શું શરીર છે ને! તેની પાછળ ગમે તેટલી મહેનત કરે પણ વખત આવ્યે ક્ષણમાં ખલાસ. તેઓ મનમાં ખેદ પામ્યા. આ જોઈ સનકુમારે પૂછ્યું: અરે બ્રાહ્મણે ! આમ ઉદાસ કેમ થઈ ગયા ? ઘડી પહેલાં ખુશી હતા ને હવે ઉલટા ઉદાસ કેમ? પેલા બ્રાહ્મણ બોલ્યા: મહારાજ ! તમારા શરીરમાં એકાએક ફેર થઈ ગયે છે, તમારું રૂપ ઘણું ઘટી ગયું છે, થોડા વખતમાં તમને રોગ ઉત્પન થશે, એમ કહી તેઓ ચાલ્યા ગયા.
સનસ્કુમારે જોયું તે તેને પણ લાગ્યું કે શરીરમાંથી કાંતિ ચાલી ગઈ છે, તેને આ જોઈ શરીર સંબંધી મુખ વિચાર આવ્યા ધિક્કાર છે રોગના ઘર આ શરીરને ! ગમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com