________________
જિનાજાતિ . विसथानसपिरतीमदरहेछ ।
[ સ્વ. વિજયાનંદસૂરિજી, જો સાચે જ સંસ્કૃત સાહિત્યના પારગામી હતા તો પછી એમણે હિંદીને પ્રચારનું વાહન કેમ બનાવ્યું ? લેક-કલ્યાણનો ઉપાસક લેકભાષાની અવગણના કરી શકતો નથી. એ દૃષ્ટિએ જ, હજી તે પગભર થતી હિંદી ભાષાને, એ સ્વર્ગસ્થ પુરુષે અપનાવી; અને પિતાની સહસ્ત્રમુખી પ્રતિભાવડે એને સમૃદ્ધ બનાવી. મુનિશ્રી પુણ્યવિજ્યજી, સ્વર્ગસ્થની એ પ્રતિભા અને લેકહિતૈષી વૃત્તિને અહિં ટૂંકામાં પરિચય કરાવે છે. ]
જ્યારે જ્યારે પ્રજાના જીવનમાંથી પ્રાણુ ઉડી જઈ પ્રજા નિચેતન બની જાય છે અને જ્યારે તેને સાચે જ એમ લાગે છે કે પોતે ઘેર અંધકારમાં ડૂબતી જાય છે, ત્યારે ત્યારે તેને પુનર્જીવન અથવા નવીન પ્રકાશ મેળવવા માટે પોતાની પ્રાચીન વિભૂતિઓ–અર્થાત્ અસ્ત પામી ગએલ છતાં જીવતા-જાગતા પૂર્વ મહાપુરુષ,–ની ઝગમગતી જીવનજ્યોતિનું દર્શન કરવાની ઉત્કંઠા થાય છે.
મહાપુરુષોની જીવનયેતના પ્રવાહો સર્વતગામી હોઈ તેનું સંપૂર્ણ દર્શન વિવેકપુર:સર કરવાનું આપણા જેવા સાધારણ કોટિના દરેક મનુષ્ય માટે શક્ય નથી હોતું, એટલે એ જાતનું આછું આછું ય દર્શન આપણ સૌને થાય અને આપણા સમાં નવેસરથી નવચેતન પ્રગટે, એ ઉદ્દેશથી આપણું સની વચમાં વસતા પ્રાણવંતા પ્રજ્ઞાશાળી મહાપુરુષે અનેક ઉપાયો યોજે છે.
આપણા પૂર્વ મહાપુરુષોએ સમ્યજ્ઞાન–સદ્વિદ્યાની પ્રાપ્તિ, સમ્યગ્દર્શન–સત્ય વસ્તુની ઓળખ અને સમ્યક્રચારિત્ર-સદગુણુ જીવનની પ્રાપ્તિ માટે આજ સુધીમાં તિથિઓ, પર્વો, કલ્યાણક મહત્સવો, અષ્ટાલ્લિકાઓ વિગેરે જેવા અનેક પ્રસંગો ઉપદેશ્યા-પ્રવર્તાવ્યા છે. એ જ મહાપુરુષનું અનુસરણ કરી આજના યુગમાં પણ જયંતી, શતાબ્દિ, જાહેર વ્યાખ્યાન આદિ જેવા અનેક શુભ પ્રસંગો ઊભા કરવામાં આવે છે જેથી પ્રજાજીવનમાંથી ઓસરી ગયેલા બાહ્ય અને આત્યંતર જ્ઞાનાદિ ગુણેની ક્રમે ક્રમે પ્રાપ્તિ તેમ જ વૃદ્ધિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org