Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પંડિતશ્રી સુખલાલજીને એક સત્યદર્શી પત્ર નબળું માનસ નિર્ણય વિરુદ્ધ પણ થડે કે ઘણે વખત પ્રવર્તવા પ્રેરે. એ જ સ્થાને સબળ માનસ નિર્ણય પ્રમાણે જ વર્તવા આગ્રહ કરાવે અને છેવટે બીજાને પણ પિતાની દિશામાં આકર્ષે એ જુદી વાત છે.
તમે લખો છો-“વિચારની ઉદારતા કિયામાર્ગને અંગે પાલવે પણ મૂળ બાબતોમાં મતભેદ થાય ત્યાં શું કરવું ઘટે તે સંબંધી આપને મત જરૂર જણાવશે.”
સર્વજ્ઞત્વ કે મોક્ષમાં અનંતત્વના પ્રશ્નને અંગે મતભેદ થાય તો તે મૂળગત ગણાય કે નહિ તે આપ વિચારશે.”
આ તમારા મનના બે ભાગ છે. એક એ કે અમુક વસ્તુ મૂળગત ગણાય કે નહિ અને બીજું એ કે જે મૂળગત હોય તો તે વિષેનો વાંધો કે મતભેદ ચલાવી શકાય કે નહિ ? આમાંથી પહેલા ભાગ ઉપર આવીએ. મૂળગત એટલે શું ? તેની શી વ્યાખ્યા ? એ વ્યાખ્યા હમેશાં એક જ સરખી રહી છે. રહી શકી છે અગર રહી શકે તેમ છે ? કે સમયે સમયે લેકચિ અને શિક્ષણ-વિકાસના પ્રમાણમાં તે વ્યાખ્યા બદલાતી ગઈ છે અગર બદલાવાનો અત્યારે ને હવે પછી સંભવ છે ? વર્તમાનમાં પણ શું સર્વસંમતિએ અમુક જ મૂળગત અને બીજું ઉત્તરગત એવો વિભાગ શકય છે ? આ અને આના જેવા પ્રશ્રનો ઊભા કરી મૂળગત શું અને શું નહિં ? તેની વ્યાખ્યા શી અને તે કેવી બાંધવી ઘટે? એને વિચાર કરશે તો તમને ચોકખું જણાશે કે આવી બાબતો અત્યારે સામાન્ય સમાજની દષ્ટિમાં ગમે તેટલી મહત્વની અને રૂઢ હોવા છતાં વસ્તુત: તે મિલિક નથી. ગઈકાલે દેડકાં ચીરવાને પ્રથન મૂળગત જેવો જણાતો અને આજે તે ગાણ થઈ કદાચ વિરોધીઓને પણ પચી ગયો. ગભેદ અને ક્રિયાદના પ્રનો જે હજી જગાએ જગાએ મૂળગત જ દેખાય છે અને ગઈકાલે તમને પણ દેખાતા તે આજે મુંબઈ-યુરોપીય વાતાવરણમાં રૂઢ લોકોને પણ મૂળગત નથી ભાસતા. તે પરત્વે હવે વિચારની ઉદારતા કેળવવાની વાત તદ્દન રૂટ લેકોમાં પણ થતી સાંભળી છે. સર્વજ્ઞત્વ વિષેની ભલે બીજી જ રીતે પણ એક વાર ભારે ચર્ચા જૈન પરંપરામાં ઉઠેલી. તેને મૂળગત ગણી તે વખતે પૂર્વપક્ષીને ભાંડનારના વંશજો પાછા એ જ પૂર્વપક્ષીના ગ્રંથને અત્યાર લગી માત્ર પ્રમાણ જ નહિ પણ પ્રમાણછ માની આદરતા આવ્યા છે. સાધારણ લોકો ચમકે અગર તેમને ચમકાવી શકાય એવી ચાલુ શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ દેખાતી ઘણી બાબતો ઉપાધ્યાયજીએ તેમના જ્ઞાનબિન્દુ વિગેરે ગ્રંથમાં ચચીં સ્થિર કરી છે. શ્રુતજ્ઞાન જુદું ન જ માનવું કે મન:પર્યાયજ્ઞાન પણ જુદું ન જ માનવું એ વાત તમારા કે મારા જેવો આજે લખે તો કદાચ ઝંડાધારીઓ ઊભા થાય, પણ જ્યારે ઉપાધ્યાયજી એ વસ્તુ સ્થાપે ત્યારે જેન તક અને ઉદાર વિચારસરણીનું ભૂષણ ગણું એને તર્કવાદમાં સ્થાન અપાય છે. ધર્માસ્તિકાય જેવાં દ્રવ્ય તર્કથી સાબીત ન કરી શકાય, એના વિના પણ જૈનતત્ત્વજ્ઞાનની રચના શક્ય છે * ૧૮૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org