Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
शा.मगननादपपतरामनी
[ શેઠ મગનલાલ દલપતરામ ઉપર હૅ૦ હૈનલે જે પત્ર લખ્યા તે અંગ્રેજીમાં Dr. Hoernle's letters એ મથાળા નીચે આ ગ્રંથમાં જુદા આપેલ છે, તે શેઠને ટૂંક પરિચય તેમના પુત્ર પાસેથી મેળવી અત્ર આપેલ છે; કારણ કે તેઓ શ્રીમદ્દ આત્મારામજી પ્રત્યે અતિ પૂજ્યભાવ રાખનાર, તેમના આદેશને અમલમાં મૂકનાર એક સુધારક આગેવાન હતા.–સંપાદક. ]
તેઓ અમદાવાદના વીસા ઓસવાળ જ્ઞાતિના હતા. જન્મ સંવત ૧૯૦૧, પિતાનું નામ દલપતરામ, માતાનું નામ દિવાળી. બાપ-દાદાને ધંધે ઝવેરાતને હતો. તેઓ સોળ વર્ષની વયના થયા ત્યાં સુધી તેમની માતુશ્રીના પિતાને ત્યાં–મોસાળ રહેતા હતા. અંગ્રેજીનો અભ્યાસ ત્રણ વર્ષ સુધી કર્યો હતો. તે પછી કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ હોવાથી અભ્યાસ છોડી દઈ ધંધામાં જોડાવું પડયું, પરંતુ તે વખતના શિક્ષકો સારા અને ઉત્સાહી હોવાથી ટૂંકા અભ્યાસથી પણ તેઓ અંગ્રેજીમાં સારી રીતે લખી-વાંચી શકતા. ગણિત તેમનો ખાસ વિષય હતો. પોતાને વાંચનને શોખ હોવાથી સારા લેખકોનાં પુસ્તકો વાંચી અંગ્રેજી જ્ઞાન સારું વધાર્યું હતું.
સંવત ૧૯૧૮ માં નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈને ત્યાં કેરટ દરબાર, તેમજ વહીવટનું કામકાજ કરવા તેઓ રહ્યા હતા. ત્યાં પિતાની કુશળતાથી તેઓ શેઠ સાહેબને ઘણું ઉપયોગી થઈ પડ્યા અને ઘણુ ગુંચવણભરેલાં કાર્યો પિતાની હોંશિયારીથી પાર પાડી શેઠ સાહેબની સારી મહેરબાની મેળવી. આ સંબંધ સંવત્ ૧૯૨૬ સુધી ચાલ્યા. ત્યારપછી સંવત્ ૧૯૪૦ સુધી પિતાને ખાનગી ધંધો કરતા હતા. તેમને મિલ લાઈનને સારે અનુભવ હોવાથી સંવત્ ૧૯૪૧માં શેઠ મોતીલાલ રવિચંદની મિલમાં રૂા ૧૫૦ ના પગારથી સેક્રેટરી નીમાયા. ત્યાં બે વર્ષ રહ્યા પછી મુંબઈમાં ધી પ્રેસીડેન્સી મિલ કંપની લીમીટેડમાં ભાગીદાર તરીકે એજન્સીમાં દાખલ થયા. સંવત્ ૧૯૫૬ સુધી ત્યાં રહી સારા પૈસા પેદા કર્યા. પછીથી સંવત્ ૧૯૬૨ માં તેમના મરણુપર્યતને સમય ધર્મકાર્યમાં અને નિવૃત્તિમાં ગા. * ૨૧૮ *
[ શ્રી આત્મારામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org