Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર ગયા. ત્યારપછી વાચક ભાનુચંદ્રદ્રારા શાહને ત્યાં તેમના મુખ્ય શિષ્ય નંદિવિજય મન્યા. તેની અવધાનકલા જોઈને વિસ્મિત થઈ “ખુલ્ફહમ ” (સુમતિ-સારી બુદ્ધિવાળા) એ બિરુદ તેને આપ્યું. આથી અસહિષ્ણુ થઈ બ્રાહ્મણોએ રામદાસ મહારાજ દ્વારા શાહને જણાવ્યું કે આ વેદબાહા લોકે છે, પરમાત્માના ઉપાસક નથી ને ખુદ બાદશાહને પણ પ્રણિપાત કરતા નથી. આ સાંભળી સુલતાને ક્રોધિત થઈ સૂરિને બોલાવ્યા. સૂરિએ જણાવ્યું કે બધું તેઓ પદ્ધથી બોલે છે. તે વખતે ભટ્ટાચાર્યું એવું કહ્યું કે તેમનાં શાસ્ત્રોમાં આ સૂરિ કહે છે તેવું નથી. શાહે શેખને કહ્યું કે આને અને ભટ્ટાચાર્ય કહેલને નિર્ણય તમારે કરવો. શેખે તેમને બધાને એક સ્થાને બોલાવી પૃચ્છા કરી. જગત્કર્તા તરીકે શિવ માન્ય છે કે નહિ? તેને જવાબ ભટ્ટાચાર્ય સમક્ષ સૂરિએ આપે. કર્માધીન જગતુ છે. સર્વજ્ઞ સિદ્ધ પુનઃ શરીર ધારણ કરતા નથી. સાંખ્ય આદિનો ઈશ્વરવાદ વગેરે સમજાવ્યા. શેખે બાદશાહને જણાવ્યું કે સ્વશાસ્ત્રમાં જે પ્રમાણે કહેલું છે તે પ્રમાણે તે સૂરિ જણાવે છે. સૂરિની જીત થઈ. જેને લોકોમાં આનંદ વર્તાઈ રહ્યો, સૂરિની કીર્તિ ફેલાઈ. (૪૭)
એક વખતે સૂરિને બોલાવી અકબરે કહ્યું કે પૂર્વે હીરસૂરિએ મારા વચનને પ્રમાણભૂલ કરી ભાનુ ચંદ્રને ઉપાધ્યાય પદ આપ્યું તે જ પ્રમાણે મારું માની આપ તે ઉપાધ્યાયપદની નંદિનો ઉત્સવ યથાવિધિ કરે. તે વાત સ્વીકારી સૂરિએ ઉપાશ્રયમાં સર્વ આગેવાન શ્રાવક
સ્થાનસિંહાદિને બોલાવી નંદિ ઉત્સવ કર્યો અને ભાનુચંદ્રને બૃહદ્ વર્ધમાન વિદ્યા આપી. શેખે આ વખતે ૧૦૮ અશ્વોનું દાન યાચકોને કર્યું. લોકોએ રૂમમુદ્રા સહિત શ્રીફલની પ્રભાવના કરી, શેઠીઆઓએ સુવર્ણધારા વર્ષોવી. બાદશાહે ગાય, ભેંસ આદિ જીવોના વધનો પ્રતિબંધ કરતું ફરમાન આપ્યું. સૂરિ આજ્ઞા લઈ નંદવિજય સાથે પછી ગુર્જરમંડલે ગયા. (૬૭)
અહીં હરસૂરિએ વિચાર્યું કે લાભપુર( લાહોર )માં શિવેને પૂરો લાભ મળતો નથી તેથી તેમને દીક્ષા દઈ તેમાંના બે સહોદર નામે ભાવચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ નામના શિષ્યોને મોકલ્યા. તે બંનેમાં મોટો વૈયાવૃત્ય આદિ કરવામાં પ્રશસ્ય હતો ને નાનો કામદેવ જે સંદર્યવાન હતો. (૭૪)
એક વખતે કૌતુકથી આવેલ સિદ્ધિચંદ્રને બાદશાહે જોતાં તેમણે સાક્ષાત્ કામદેવ હોય નહિ એમ થયું; સેંદર્યવાનું અને સાથે વ્રતધારી. તેને માટે ભાનુ ચંદ્રને પૂછ્યું કે આ કોણ છે ? ઉત્તર મળે “મારો શિષ્ય છે, વૈરાગ્યથી વ્રત-દીક્ષા લઈ હમણાં જ ગુર્જરત્રા (ગુજરાત )માંથી મારી પાસે આવેલ છે. પ્રકૃતિથી વિનયી અને વતી તેમજ અષ્ટાવધાની છે.” શાહે સભા સમક્ષ આઠ અવધાન કરવાનું કહેતાં તે કર્યો એટલે સિદ્ધિચંદ્રને
૧ જુઓ હીરસૂરિ રાસ પૃ. ૧૮૯ થી ૧૯૮; વિજય પ્રશસ્તિ વગેરે. * ૨૩૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
•
www.jainelibrary.org