________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર આ બાજુ સૈારાષ્ટ્રમાં વિમલાચલ (શત્રુંજય) તીર્થમાં મૂલ ચૈત્યની અંદર બીજું ચૈત્ય સ્વગર્વથી કરતા ખરતર (ગચ્છના) શ્રાવકો સાથે તપાગચ૭ના શ્રાવકોને ભારે કલહ થયા. ઉપાધ્યાયજીએ શાહ પાસે હવે પછી નવું ચૈત્ય ન કરવું એવું ફરમાન કઢાવ્યું. (૧૨)
બાદશાહ દાક્ષિણાત્ય (દક્ષિણના ) રાજાને જીતવા નીકળે ને વિખ્યાત દુર્ગ એવા ગોપાચલ (ગ્વાલીઅર ) આવી પહોંચે. તેમાં પર્વતને કોરીને કેઈ જેન રાજાઓએ કરાવેલા લાખે જિનબિઓ હયાત છે. તેના અંગે કોઈ દુરાત્માઓએ વિકૃત કરેલાં જઈ બાદશાહ ખેદ પાપે ને વાચકશ્રીને કહ્યું કે બુદ્ધિમાન્ આ બિઓને સરખાં કરી આપે તો માગે તેટલું દ્રવ્ય મારા ખજાનામાંથી આપીશ.” વાચકે વિસંવાદ પ્રલાપ ન થાય માટે કોઈ શ્રાવક તે કાર્ય પિતાના દ્રવ્યથી કરાવે એ ગ્ય લેખાય તેથી એક શ્રાવકને બતાવ્યું. તે શ્રાવકે સ્વદ્રવ્યથી તે બિઓને પુનરુદ્ધાર કરાવ્યો. પછી તે પ્રદેશ જીતી બાદશાહ બહનપુર (બુરહાનપુર) આવ્યા અને ત્યાં આસેર નામના દુર્ગ(અસીરગઢ)ને જીતી સૈન્યને શહેરમાં મોકલી પોતે ત્યાં જ રહ્યો. વાચકશ્રી શાહને તથા તેના પિત્રોને પઠન કરાવતા તેની પાસે સિદ્ધિચંદ્ર સહિત રહ્યા. બાદશાહે દક્ષિણના પોને જીતી લીધા. (૧૩૩)
અન્યદા ત્યાંના સંઘના કહેવાથી ગુરુએ બાદશાહને ધર્મસંવાદ સાથે કહ્યું કે બુરહાનપુરમાં ઘણાં રખ્ય મહેલ જેવાં ઘરો છે, બધાં દર્શનનાં દેવાલયો છે પણ જેનેનું એક પણ નથી. શાહે પૂછ્યું “એમ કેમ?” ત્યારે કહેવામાં આવ્યું કે અનાથી એમ બન્યું. પૂર્વે એક હતું તે તેઓએ પડાવી નાંખ્યું. બાદશાહે શહેરને જૈન પ્રાસાદથી ભૂષિત કરવાની ઈચ્છાથી પિતાના અધિકારીઓ અને શ્રાવકોને બેલાવી તે કરવા માટે આદેશ કર્યો. એટલે શ્રીમાલ કુલના ઉત્તમ શ્રાવક નામે જયરાજે કંસારપાટકમાં (કંસારાપાડામાં) પ્રતિય (ઉપાશ્રય) બંધાવ્યો અને ત્યાં રિખુ નામના સંઘપતિએ તેની બાજુમાં ભીડભંજન પાર્શ્વનાથને પ્રાસાદ બંધાવ્યો બાદશાહના માન્ય શ્રાવક દુર્જનશલ્ય પાછળ ગિરિશિખર જેટલું ઉંચું ચિત્ય કરાવ્યું. શય(નેમનાથ)નું બિંબ આમેરથી મંગાવી વાચકશ્રીએ મૂલનાયક તરીકે તેમાં સ્થાપિત કર્યું. શ્રાવકની ભક્તિ વધી અને ચિત્ય ગે નામથી પ્રખ્યાત થયું ને ઉપાશ્રય પણ છે. આ રીતે વાચકના ઉપદેશથી શ્રેય થયાં. અત્યારે તે ગુરુના યશરૂપે તે પ્રાસાદ ને ઉપાશ્રય તે શહેરમાં વિદ્યમાન છે. (૧૪૭)
- હવે બાદશાહ ત્યાંથી ઉપડ્યો. વાચકશ્રી શરીરના અસ્વારને લઈ ત્યાં રહ્યા ને બાદશાહ સિદ્ધિચંદ્રને સાથે લઈ આગ્રા પહોંચ્યો. સિદ્ધિચંદ્ર ત્યાં રહી શાસનોન્નતિ કરતા રહ્યા. (૧૫૧)
અહીં એમ બન્યું કે અજીજ કેકાના પુત્ર નામે ખુરમે વિમલાદ્રિ(શત્રુંજય)ની તળેટીમાં રહેલા એક ચિત્યને પડાવી નાંખ્યું, ને ઉપરના મૂલચૈત્યમાં લાકડાં સર્વ બાજુએ ભરી બાળી નાંખવા તે માગતો હતો, એવા શ્રી વિજયસેનસૂરિને પત્ર લઈને એક જણે
૧ જુઓ હીરસૂરિ રાસ પૃ. ૧૮૪, કડી ૪ થી ૭.
* ૨૩૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org