Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર - સિદ્ધચંદ્ર પોતાને માટે ટૂંકમાં ઉક્ત વાસવદત્તા ટીકાના આદ્ય લોક ૯, ૧૦ માં જે જણાવે છે તે જાણવા જેવું હોઈ અત્રે તે શ્લેક ટાંકું છું –
तत्पट्टपाथोनिधिवृद्धिचंद्रः श्रीसिद्धिचंद्राभिधवाचकेंद्रः । बाल्येऽपि य वीक्ष्य मनोज्ञरूपमकब्बरः पुत्रपदं प्रपेदे ॥ पुनर्जिहांगीरनरेंद्रचंद्रः प्रदीयमानानपि कामिनी यः।
हठेन नोरीकृतवान् युवापि प्रत्यक्षमेतत् खलु चित्रमत्र ।। આ ઉપરાંત કાદંબરીને ગુજરાતી સાર પિતે લખે છે કે જેની પ્રત પાલણપુરના ભંડારમાં છે.
શિષ્યમંડળ–શ્રી ભાનચંદ્ર ઉપાધ્યાયનું શિષ્યમંડળ બહોળું હતું. તેમને “ચેલા એંસી તણ સંપદા, હવા તેર પંન્યાસ રે; શ્રી ઉદયચંદ્ર પ્રમુખ વળી, એક એકમેં ખાસ રે.” એમ કષભદાસ કવિ હીરસૂરિ રાસ (પૃ. ૧૮૫) પર જણાવે છે. તેમાં સિદ્ધિચંદ્ર “અવલ ચેલો” હતો, એ પણ જણાવ્યું છે. આ ૮૦ શિષ્ય કે જેમાં ૧૩ પન્યાસ (પંડિત) હતા તે સર્વના નામ મળી શકયાં નથી, પરંતુ શોધખોળ કરતાં નીચેનું પ્રાપ્ત થાય છે –
ઉદયચંદ્રગણિ–તેના શિષ્ય રૂપચંદ્ર સં. ૧૬૮૫ માં દંડક પર (સંસ્કૃત) અવરિ રચી.
દેવચંદ્રગણિ–તેમણે પણ શોભન સ્તુતિ પર સંસ્કૃત ટીકા રચી છે (પ્ર. આગમદય સમિતિ ગ્રંથાંક પ૧). ગુજરાતમાં નવતત્વ ચેપઈ, શત્રુંજય તીર્થ પરિપાટી (સં. ૧૬લ્પ), પૃથ્વીચંદ્રકુમાર રાસ રચેલ છે. (જુઓ મારે “ જેન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૫૭૯ ) આ છેલલા ગ્રંથની પ્રત ઉક્ત મારે ગ્રંથ છપાયે ત્યારે મને જોવા મળી ન હતી, પરંતુ પછી મળતાં તેની પ્રશસ્તિમાં તેની આ સાલ તેમાં છપાયા પ્રમાણે સં. ૧૬૮૬ નથી પણ સં. ૧૬૯૬ છે:–
સાવલીનગરિ રહી ચોમાસિ, સંવત સોલ છનનું ઈ ઉલાસિ; ફાગણ સુદિ એકાદશિ ધારિ, વાર કહું તે હવઈ વિચારિ. સાગર સુત ભગની પતિ પુત્ર, વિયરી સુત વાહન ભખ્ય શત્રુ; તેહની ગતિ જિહાં તેહનું રત્ન, તેહવાર જાણ કવિરત્ત. પુષ્ય નક્ષત્રિ કીધા રાસ, શીલવંતને હું છું દાસ; તપગપતિ ગુરુ ગોયમ સમાન, વિજયદેવસૂરિ યુગહપ્રધાન. તાસ પાટિ પ્રગટયો જિમ ભાણુ, વિજયસિંહસૂરિ ગુણનો જાણ;
વાચક ભાનચંદને સીસ, દેવચંદ પ્રણમેં નિશદીસ. * ૨૪ *
[ શ્રી આત્મારામજી
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org