________________
पारपादान
[ HIGHલક
G
R
Us S T
HA.TU.B. Add
Advocate
૧ ત્રણ પ્રતો
પજજુન્ન કહાપજજુન્ન ચરિયું એટલે પ્રદ્યુમ્ન કથા-પ્રદ્યુમ્ન ચરિત્ર એ નામનું અપભ્રંશ ભાષામાં સુન્દર કાવ્ય સાંપડયું છે. તેના રચનારનું નામ સિંહ કવિ અપનામાં સિદ્ધ કવિ છે. આની એક અપૂર્ણ પ્રત સ્વ. શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસને ગ્રંથસંગ્રહ સને ૧૯૨૬ ના એપ્રિલમાં મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ભરાયેલી આઠમી સાહિત્ય પરિષદના પ્રદર્શનમાં મૂકાયેલ હતું તેમાંથી મેં શેધી કાઢી, તેની અંતિમ પ્રશસ્તિ ખંડિતવ્યસ્ત દશામાં હતી તે લખી લીધી હતી. તે પ્રત સં. ૧૫૩૨ ના આશ્વિન સુકુલ અષ્ટમી શુક્રવારે રામસેણિ ( રામસૈન્ય ) ગઢ-મહાદુર્ગમાં ખલચી સુરતાણ ( ખીલજી સુલતાન ) ગયા ( સુદીન ) રાજ્યમાં તેના વાસી વિપ્ર પંડિત લીધરના પુત્ર પંડિત અંબદેવના પુત્ર...એ લખેલી હતી. પછી મહુવામાં સને ૧૯૩૧ ના અકટોબરમાં જતાં ત્યાંની હસ્તપ્રતોની શોધ કરતાં મુનિ ગુલાબનો પુસ્તક સંગ્રહ શ્રી યશવૃદ્ધિ જૈન બાલાશ્રમમાં હતો તેમાંથી સુભાગ્યે આ કાવ્યની પ્રત સાંપડશે. તે ૧૨૧ પત્રની છે અને સંવત ૧૫૭૯-શાકે ૧૪૪૪ માં કાર્તિક વદ બીજ સોમવારે તોડા નામના ગામમાં સૂર્યસેણિ રાજાના રાજ્યમાં લખાયેલી છે. આ બીજી પ્રતમાં ઉપરની પહેલી પ્રતની છેવટે જે સંસ્કૃત અને અપભ્રંશ ભાષામાં કવિની પ્રશસ્તિ છે તે દુર્ભાગ્યે લિપિબદ્ધ કરવામાં આવી નથી, તેથી પહેલી પ્રતની ખંડિત પ્રશસ્તિ ખંડિતજ રહી છે. રવ૦ મ. બ. વ્યાસને સંગ્રહ સાહિત્યપ્રિય સુરતવાસી ઝવેરી જીવણલાલ સાકરચંદે ખરીદેલ છે તે તેમાં આ કાવ્યની ઉક્ત પ્રત હવા સંભવ છે. સુરતમાંથી કેાઈ કાઢી મોકલાવે તેમ નથી એટલે તે આ લેખ લખતી વખતે ઉપલબ્ધ નથી, જ્યારે બીજી પ્રત મારી સામે મોજૂદ છે. આ લેખ લગભગ લખાઈ ગયા પછી મુંબઈના શ્રી ઐલક પન્નાલાલ દિ. જૈન સરસ્વતી ભવનમાં સાક્ષર શ્રી નાથુરામ પ્રેમીધારા તપાસ કરાવતાં ૧૦૪ પત્રની અશુદ્ધ પણ સુંદર અક્ષરમાં તાજી એટલે “ સં. ૧૯૮૯ વર્ષે ચૈત્ર શુકલા પંચમી
૧ રામસેણ-રામસૈન્ય એક તાંબર તીર્થ પણ છે. તે સંબંધી વાંચે સાહિત્યરસિક ઇતિહાસન મુનિશ્રી કલ્યાણવિજયજીને લેખ નામે “જૈનતીર્થ ભીમપલ્લી અને રામસૈન્ય” જેનયુગ માસિક ભાદ્રપદથી કાર્તક સં. ૧૯૮૫-૮૬ ના અંક.
ર માંડવગઢ-માંડુને ખીલજી ગયાસુદ્દીન કે જેણે સં. ૧૫ર ૫ થી ૧૫૫૬ સુધી રાજ્ય કર્યું. જુઓ ટિ. પૃ.૪૫૯ ૫. ૪૮૧ મારો જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ.' ૨૪૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org