Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ આ દેવચંદ્રના શિષ્ય વિવેકચંદ્ર તેના શિષ્ય તેજચંદ્ર-જિનચંદ્રના શિષ્ય જીવનચંદ્ર સં. ૧૭૫૩ માં જ્ઞાનસાગરકૃત સિદ્ધચક રાસની પ્રત લખી (“જૈન ગૂર્જર કવિઓ” ભાગ ૧, પૃ. ૭૫). આમાંના વિવેકચંદ્ર પિતાને ભાનચંદ્રના શિષ્ય જણાવી સં. ૧૭૦૯ માં ત. વિજયસિંહસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત કરી છે. (જુઓ લેખાંક પ૧૪, પ્રાચીન જૈન લેખ સંગ્રહ પૃ. ૩૧૮–૯).
હીરચંદ્રગણિ–સં. ૧૬૯૪ માં સીહીના સંઘ સાથે આબુની યાત્રા કરી તેવો લેખ અપ્રકટ આબૂ પ્રાચીન જૈન લેખ સંદેહમાં નં. ૮૨ ને છે. તેમાં હીરચંદ્રના ગુરુભાઈ કુશલચંદ્રગણિ અને અમરચંદ્રગણિ જણાવેલ છે, અને પરિવારમાં મુનિ દીપ્તિચંદ્ર, રામચંદ્ર, નિચંદ્ર જણાવેલ છે. આ હીરચંદ્રના શિષ્ય રવિચંદ્ર ખંભાતમાં સં. ૧૭૨૨ માં ઉપાસક દશાંગની પ્રતિ લખી (આ. ક. પાલીતાણા.)
આ પૈકી જિનચંદ્રના શિષ્ય જિતચંદ્ર–લબ્ધિચંદ્ર-દેવચંદ્ર-ભવાનીચંદ્રના ગુરુભાઈ સેમચંદે ટંકારીયામાં હંસરત્નકૃત શત્રુંજય-મહાસારની પ્રત સં. ૧૮૩૩ માં લખી (પુરાતત્વ મંદિર, અમદાવાદ.).
રહદ્ધિચંદ્રગણિ–તેમણે મૃગાંકચરિત્ર ( પ્ર, આત્માનંદ સભા ) વિજયદેવસૂરિના સમયમાં રચ્યું કે જે તેમના ગુરુભાઈ ઉદયચંદ્ર સંધિત કર્યું.
સેમચંદ્રગણિ –તેમણે વિવેકવિલાસની પ્રતિ સં. ૧૬૮૫ માં લખી (પી. ૪ પૃ. ૧૧૫) . ભાવચંદ્રગણિ–તે સિદ્ધિચંદ્રના સહેદર હતા. તેના શિષ્ય કનચંદ્રગણિ—કપૂરચંદ્રમયાચંદ્ર--ભક્તિચંદ્ર-ઉદયચંદ્ર-ઉત્તમચંદ્ર-શિવચંદ્ર રાધનપુરમાં સં. ૧૮૭૪ માં તારંગામંડન અજિતનાથ સ્તવન લખ્યું. (ભરુચ ભંડાર)
ભાનચંદ્ર ચરિતામાં મુખ્યત્વે મેગલ દરબારમાં રહી કરેલ કાર્યોની હકીકત આવે છે, તેમાં તેમની પૂર્વાવસ્થા અને અંતિમાવસ્થા–સ્વર્ગવાસ આદિની વાત આવતી નથી. આખું ચરિત ઘણું એતિહાસિક બીનાઓ પૂરી પાડે છે ને હીરભાગ્ય કાવ્ય, વિજય-પ્રશસ્તિ કાવ્ય, હીરસૂરિ રાસ, વિજયતિલકસૂરિ રાસ આદિ ઐતિહાસિક સામગ્રીમાં એક વિશેષ ઉપયોગી સાધન પૂરું પાડે છે.
હાસંબ્દિ મંચ ]
* ૨૪૫ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org