Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 1041
________________ કુમારપાલના સમયનું એક અપભ્રંશ કાવ્ય કવિ ગૂર્જરવંશમાં થયેલ હોઈ તેમજ બાંભણવાડા( આબૂ-શિરોહી પાસે)ના ગામમાં થયેલ હોઈ એક ગૂજરાતી છે, કારણ કે તે સમયે આબુ આદિને ભાગ ગૂજરાતવશવત્તાં હતા. તેને સમય સુનિશ્ચિતપણે સં. ૧૨૦૦ થી ૧૨૭ માં લાગે છે. સામાન્ય રીતે અપભ્રંશ કાવ્યોનો મો સમૂહ દક્ષિણ દેશના–મહારાષ્ટ્રીય દિગંબર જૈનોને રચેલો સાંપડે છે, પરન્તુ ગૂજરાતમાં વેતાંબરીય મુનિઓનું ‘ અપભ્રંશ કાવ્યત્રયી” વગેરે રચેલું અપબ્રશ સાહિત્ય પણ ઉપલબ્ધ થાય છે. [ જુઓ મારે લખેલ “જૂની ગુજરાતીને ઇતિહાસ” કે જે જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લાની પ્રસ્તાવનારૂપ છપાઈ ગયો છે. ] આ કવિ વેતાંબર કે દિગંબર છે કે તે આખું કાવ્ય બરાબર વાંચીને તેની કથા વેતાંબરીય કે દિગંબરીય છે તે પરથી નિશ્ચિતપણે કહી શકાય, પરંતુ (૧) સામાન્ય રીતે માલધારીદેવ–માધવચંદ્ર, તેમના શિષ્ય અમૃતચંદ્ર ભટ્ટારક એ નામ દિગંબરીય જણાય છે, ( ૨ ) કથાનો ઉપક્રમ વિપુલગિરિ પર ગૌતમ ગણધર પાસે મગધપતિ શ્રેણિક આવીને પૂછે છે કે તેને તેઓ સંભળાવે છે એ પ્રકારનું વર્ણન વિશેષે કરી દિગંબર કથાકાવ્યમાં જણાય છે, તેથી આ કવિ દિગંબર જૈન હોવાને વધુ સંભવ છે. તે શ્રાવક હતા અને પિતા રહણ પંડિતને અને માતા પંપાઈને પુત્ર હતો, અને માતા જિનધર્મ પ્રત્યે વિશેષ અનુરક્ત હતી એમ કવિ પોતે ચોખ્ખું જણાવે છે. આ કાવ્યની જુદી જુદી શુદ્ધ પ્રતો ઉપલબ્ધ થતાં તેને સમુદ્ધાર થાય એ ઈષ્ટ છે; તે થયે અપભ્રંશ કાવ્ય-સાહિત્યમાં એક સારી વૃદ્ધિ થશે. આ લેખમાં સાક્ષરશ્રી નાથૂરામ પ્રેમીજીએ આપેલી સહાય માટે તેમનો ઉપકૃત છું. અંતિમ મંગલાચરણ. [ રાગ-ન્યમન કલ્યાણ જય જય ગુર્જરીના લયમાં ]. જય જય જય જય નમો શ્રુતદેવીને જય, ઉમા સ્વાતિ ને સિદ્ધસેન વળી હરિભદ્ર હેમચંદ્રસૂરિ, નમે શ્રમણ ભગવાન શ્રી મહાવીર જય જય. નવિન સંસ્કૃતિ અણુ અંતે યશોવિજયે વિશેષ પૂરી. અહંતવાણી ગણધરગુંથી લખી દેવદ્ધિ રહીસહી, જય હો જય હો જય હૈ નમે સરસ્વતીને જય. શાસનહિત એ સૂત્ર પ્રવૃત્તિ રત્નાકર સમ જાય કહી; સ્યાદવાદમાં નથી અનુજ્ઞા, નથી નિષેધ કશાને કર્યો પ્રાકૃત સંસ્કૃત ગિરા અને અપભ્રંશ દેશી ભાષામાં ભરી, જિનની સાચી એકજ આજ્ઞા સત્ય-શોધ સદ્દવર્તન હો. જ્ઞાન ફિલસુરી દુનિયાને દઇ સદાકાળ ઉપકૃત કરી; જય હો જય હો જય હૈ નમે વાગ્દવી જય. બ્રાહ્મણ સંસ્કૃતિ સાથે ભિન્ન આ શ્રમણ સંસ્કૃતિ ખ્યાતિ વરી, પંચાંગી શ્રી ભદ્રબાહુ જિનભદ્ર અને શીલાંક અહિ આ દેશની આર્થીિ સભ્યતા આત્મવાદને યોગ્ય કરી. અભયદેવ આદિ મલધારી હેમચંદ્ર ને મલયગિરિ, જય હે જય હો જય હૈ નમો ભારતી જય. ૪ ૨૬૦ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1039 1040 1041 1042