________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર નોના વૃંદ સહિત ગયા અને ઉદ્ધત પ્રતિવાદીઓ સાથે વાદ કરવાનું સિદ્ધિચંદ્રને ફરમાવ્યું. તેણે તર્ક યુક્તિથી તે બધાને જીત્યા અને ચપ કરી દીધા. તે સર્વે ચાલી ગયા. આચાર્ય જયશ્રી પ્રાપ્ત કરી ઉપાશ્રયે પધાર્યા. (૧૫) - ત્યારપછી કેટલાક દિવસે ત્યાં લાલી નામની શ્રાવિકાએ બિબ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો. અનેક ગામથી સંઘો આ જવા આવવાથી પત્તન (પાટણ) વિસ્તીર્ણ છતાં સંકીર્ણ (સાંકડું) પડયું. જલયાત્રા વખતે અકસ્માતું ત્યાંના રાજા (સૂબા) સાદુલ્લાએ કોઈના ભંભેરવાથી તેના નિષેધનો હકમ આપે તેથી હાહાકાર થયે-રંગમાં ભંગ પડ્યો. લેકો ગયા, તેનું અપમાન કર્યું. આચાર્યો વાચક(ભાનુચંદ્ર)ને કહ્યું કે આપે તેની પાસે જઈ આ નિષેધ દૂર કરવો ઘટે. તે વખતે સિદ્ધિચંદ્રે કહ્યું: “મારા ગુરુને શ્રમ આપવાની જરૂર નથી. હું તે કામ કરીશ.” આચાર્યે કહ્યું: “બહુ સારું.” પછી સિદ્ધિચંદ્ર તે સૂબાને ત્યાં ગયા. તેણે આવવાનું કારણ પૂછતાં ઉત્તરમાં તેમણે જણાવ્યું કે શ્રેયના કાર્યમાં આવું વિદન આપ શ્રીમદે શામાટે કર્યું? એથી અમારી પ્રીતિને છેદ થયો છે.” સૂબાએ
આપનું શું પ્રિય કરી શકું ?” એમ પૂછ્યું ત્યારે સિદ્ધિચંદ્દે જણાવ્યું “પહેલાં ઉપાશ્રયે આવી મારા ગુરુને ખુશ કરીને જલયાત્રા મહોત્સવે શ્રીફળ લેવું.” આ પ્રમાણે તેણે કર્યું ને સર્વનો મનોરથ ફળ્યો. મિથ્યાદશીઓએ ઉપજાવેલું વિન ટળ્યું. વટપદ્ર (વડોદરા) તથા ગંધારમાં જયેષસ્થિતિ કરી વાચકશ્રી પાટણમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા. (૨૦૦૯) - હવે તે પછી રાજનગરે (અમદાવાદમાં) શાહનું (જહાંગીરનું) ફરમાન આવ્યું કે મારી પાસે ભાનુચંદ્રને સિદ્ધિચંદ્ર સહિત મોકલવા. તેઓ પત્તન(પાટણ)માં હતા એમ જાણું રાજનગરના સૂબાએ (કુલી ખાને ?) અંગરક્ષક નામે માધવદાસને મોકલી સકારપૂર્વક બેલાવ્યા. આથી અહમદાબાદ આવી સૂબાને મળી વાચકશ્રી સ્વશિષ્ય સિદ્ધિચંદ્રને લઈને ચાલ્યા. રસ્તામાં મેદિનીદંગ (મેડતા) આવ્યું અને ત્યાં ફલવદ્ધિ (ફધિ) પાર્શ્વનાથને વંદન કર્યું. તે તીર્થ આચાર્ય( શાખા)ના ખરતરેએ પિતાનું કરવાને તે દેશના અધ્યક્ષને સાધી વિગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ભાનુચંદ્ર પાંચ છ દિવસ ત્યાં રહી પિતાની શક્તિથી તે તીથ પોતાનું કરી આગળ ચાલ્યા. કેમે આગ્રા પહોંચ્યા. ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર આવી બહાર રહેલા છે એવું રામદાસ પાસેથી સાંભળી બાદશાહે તેમને બોલાવી સત્કાર કર્યો. મારી પાસે હમેશાં આવવું એમ તે બા. એક વખત ઉપાધ્યાય પ્રમુખને ધન્ય છે અને સિદ્ધિચંદ્ર ગુણશાળી છે–તેણે હમેશાં મારી પાસે આવવું, એમ જણાવ્યું. શાહ દેશના સાંભળી હર્ષરોમાંચિત થતો. આમ કરતાં કરતાં કેટલેક કાળ વહી ગયો. ચારે બાજુ તેમના ગુણની કીર્તિ વધી અને તેઓ પ્રત્યે પ્રેમ ઘણે વધ્યો. આ પ્રેમ કોઈપણું રાજ્યધુરા ચલાવનાર દૂર કરાવવા શક્તિમાન થયે નહિ. (રર૭) પછી ચંદ્રોદયનું વર્ણન આવે છે. (૨૩૪. ) * ૨૨૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org