________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર પણ તત્ત્વથી તત્ત્વવિદ થતા નથી. માણસ વસ્તુને ખૂબ ભગવે ત્યારે તેને તેમાં અરુચિ આવે છે, નહિ તો નથી આવતી. અદણ તેમજ અભુક્ત વસ્તુ પ્રત્યે મન સત્વર દોડે છે.
સિદ્ધિચંદ્ર---આપનાં વાક્યમાં વિપર્યાય છે. કૃતયુગાદિમાં વસ્તુ ભેગવીને યોગીઓ થયા, જ્યારે કલિયુગમાં યોગીએ પ્રાય: ભેગી થયા. કૃતયુગમાં વૃદ્ધાવસ્થા પહેલાં વાનપ્રસ્થ થતા, કલિયુગમાં વાળ પડી ગયા પછી વિષયપીડિત બને છે. હાલ નાની ઉમરના વ્રતનિર્વાહ કરનારા જેવામાં આવે છે, જ્યારે મોટા વ્રત લઈ અતિક્રમ કરે છે.
જહાંગીર–મેં બધું સાંભળ્યું. તારું વચન યુક્તિવાળું છે. મુનિમાર્ગને અનુસરો એ હમણું તારું કામ નથી. તારું શરીર સુગંધ આપે છે. માલતીની કળીને અગ્નિમાં નાંખવી યોગ્ય નથી. કાચના કુંભ ઉપર મુગરને માર હોય નહિ. આ શિરીષપુષ્પાગ્ર જેવા સુકુમાર દેહને કેશલોચન આદિ દુઃખ આપવાં ઈષ્ટ નથી. સર્વ આશ્રમમાં ગૃહસ્થાશ્રમ મોટો છે તો તેનું પ્રવર્તન કરવું, કારણ કે બીજાં આશ્રમને તેના પર આધાર છે; તો મારા પુત્રની પેઠે તું મારી પાસે કોઈ મૃગાક્ષીના લગ્ન કરતો ઊભું રહે, અને મારા કહેવાથી સ્ત્રીનું ગ્રહણ કર કે જેથી પુત્રાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જન્મ સફલ થાય. આવું રૂપ, આવું સત્ત્વ, આ વિદ્યાપરિશ્રમ તારામાં સર્વ શભા કરનાર છે તો પગે ચાલવાન સાધુમાર્ગ શા કામનો ? જગત્કત્તોએ સર્વ આપણા ભેગ માટે કરેલ છે. તેમ કરવાથી અમે સુખી થયા છીએ તો તે ઈશ્વરક્ત માર્ગનું અતિક્રમણ કરવું યોગ્ય નથી. - સિદ્ધિચંદ્ર–આપે ફરમાવેલ સત્ય પ્રિય થાય તે સંસારીને માટે છે. વિરક્ત હોય તેનું ચિત્ત તેથી ક્ષેભ ન પામે. એકાંતવાદને સ્યાદવાદી માનતા નથી.
જહાંગીર–સુખ ભેગવ, તું સમજુ થઈ કેમ મૂંઝવણમાં પડે છે ? - સિદ્ધિચંદ્ર–કાયરપુરુષ તે સ્વીકારે, ધર્મ ધીર તો પ્રાણાન્ત થાય તે પોતાના માર્ગથી વિપરીત ન કરે. થોડા અતિચારથી ધર્મની અસારતા થાય છે. પાપ કરી પ્રાયશ્ચિત્ત કરવું તે કરતાં તે મૂળથી તજવું વધારે સારું છે. કાદવમાં પડી પ્રક્ષાલન કરવું તેના કરતાં કાદવને સ્પર્શ ન કરે બહેતર છે. પૂર્વના ઘણા ભવોથી સ્ત્રી આદિનું સુખ લીધું. હવે ધર્માચરણ માટે તે જોઈતું નથી.
सर्वेभ्योऽपि प्रियाः प्राणास्तेऽपि यान्त्वधुना पि हि ।
___न पुनः स्वीकृतं धर्म खण्डयाम्यल्पमप्यहम् ॥३१३ ॥ –સર્વ કરતાં પ્રિય એવા પ્રાણ છે તે પણ ભલે હમણાં ચાલ્યા જાય પણ સ્વીકારેલા ધર્મનું અ૯૫ પણ ખંડન હું કરીશ નહિ. * ૨૪૦
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org