Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ સિદ્ધિચંદ્ર વ્યાખ્યાન કરતા હતા તેમાં વચ્ચે જહાંગીર બાદશાહ કંઇક અંતરમાં વિચારી બોલ્યા “ પરબ્રહ્મમાં લીન રહેલા એવા તમારા જન્મથી કેટલાં વર્ષો ગયાં ? ” તેમણે કહ્યું: “પચીસ ” એટલે શાહે આ( શરીર )ને કોકિલાના આલાપવાળાં પુણ્યરૂપી વનમાં ઊગેલ સહકાર વૃક્ષરૂપે કલ્પીને કહ્યું કે આપ સુંદર તારુણ્યવાળા છે તે તરુણી કરવાને લાયક આ શરીરને વિષયના સુખ તજી આત્મ–તપમાં કેમ અર્પણ કર્યું છે?” એટલે સિદ્ધિચક્રે જણાવ્યું “ અમે મુનિ છીએ, નવવયમાં જે દીક્ષા લીધી છે તેને હાસ્યજનક સપુરુષ કરતા નથી, તારુણ્ય કે જરા કે તપ, ગમે તે અવસ્થામાં મૃત્યુ શરીરીને માટે અવશ્ય છે, જરા-વૃદ્ધપણામાં શક્તિ હોતી નથી અને શક્તિ વગર તપ થતું નથી. અનાદિસિદ્ધ કર્મનો ક્ષય કરવા ખડ્ઝધારા જેવું તપ ધીર પુરુષો આદરે છે. અગ્નિ પેઠે તપ તમનું શમન કરે છે. ત્યારે
कृतकादम्बरीपानविधूर्णितविलोचनः ।
भूयः प्रत्याह भूपस्तान भीष्मगंभीरया गिरा ।। –મદિરાના કરેલા પાનથી જેની આંખો ચકર ચકર ફરે છે એ ભૂપ–બાદશાહ વારંવાર તેમને ભીષ્મ અને ગંભીર વાણીવડે કહેતો હવે –
જ્યારે જુવાની વધતી જતી હોય અને જુવાની તે કામદેવનું ઘર છે ત્યારે ચિત્તને કેવી રીતે સ્થિર રાખી શકાય ? ”
સિદ્ધિચંદ્ર ઉત્તરમાં “ જેમ હાથીને અંકુશથી તેમ મનને જ્ઞાનથી વશ-સ્થિર કરી શકાય છે. ” એમ જણાવ્યું.
બાદશાહ–તમારું કહેવું તેવા જ્ઞાન વિના સમ્યગ રીતે જાણવું શક્ય નથી.
સિદ્ધિચંદ્ર–અહીં તેવા જ્ઞાનની અપેક્ષા નથી. દેવોને પૃથ્વીના ભેગો પ્રત્યે વિમુ- ' ખતા છે તેમ અમારું મન વિષયોથી પરામુખ છે. પરબ્રહ્મમાં લીન હોય તે શમી હોય છે. તપસ્વીનાં મન વિરક્ત રહે છે, તેઓ નિ:સ્પૃહી હોય છે.
આ સાંભળી બાદશાહ આનંદમગ્ન રોમાંચિત થયો. તેની પટ્ટરાણી નરમલ્લ (નૂરજહાં) પાસે હતી. તેનું સુંદર વર્ણન આવે છે ( ૨૫૦-૨૬૮ ) તે આ વખતે બોલી “તારુણ્યમાં મનની સ્થિરતા હોય નહિ-રહેવી અસંભવિત છે.”
સિદ્ધિચંદ્ર–પ્રભુ કારણે મહેલ વગેરે ઘણું છોડી જાય છે. તારુણ્યમાં વિષય ન થ એ પુણ્યને પ્રભાવ છે. મનની સ્થિરતા જુવાની કે ઘડપણ પર આધાર રાખતી નથી.
બાદશાહ–જેમણે ભેગ ભોગવ્યા હોય તેને જ માટે યોગ ( ગ ) છે. એમ ભોગ ભેગવી ત્યાગી થનારને પછી વિષયમાં રસ રહેતો નથી અને તેથી ખરેખરા તપસ્વી તેઓ બની શકે છે. તેમ કર્યા વગર જે તપસ્વી થાય છે તે વનચર જેવા થાય છે,
શતાબ્દિ મંચ ]
* ૨૩૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org