________________
શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઇ
ખુમ ’ ( સુમતિ )નુ નામ આપ્યુ, અને કહ્યુ કે ‘તારે મારા પુત્રા સાથે અહી જ હમેશાં રહેવુ.” તેને શાહ પાતે કદી ખેાલાવતા, કઢી તે પેાતે સ્વયં જતા અને અંત:સભામાં જઇ શિખવતા. મહાભાષ્યાદિ, વ્યાકરણા, નૈષધાદિ કાવ્યા, ચિંતામણી પ્રમુખ તર્કશાસ્ત્ર, કાવ્યપ્રકાશ પ્રમુખ અલંકાર, છ ંદઃશાસ્ત્ર, નાટક વગેરે સહેલાઇથી સર્વ શાસ્ત્રો ઘેાડા વખતમાં શીખવ્યાં અને શાહુથી પ્રેરિત થઇ પારસી પણ શીખવતા. ( ૯૧ )
'
એ દરમ્યાન શાહની આજ્ઞા લઇ નિિવજય હીરસૂરિ પાસે ગૂ રમડળમાં ગયા. ત્યાં હીરસૂરિ સ્વર્ગવાસ પામ્યા. આ સાંભળી બાદશાહ બહુ ખેદ પામ્યા. અશ્રુપૂર્ણ આંખે વાચકશ્રીને કયે ગામે તે દેવ થયા એમ પૂછતાં ઉત્તર મળ્યો કે સારાષ્ટ્ર દેશના દ્વીપ (દીવ) અંદર પાસેના ઉના નામના શહેરમાં નિર્વાણ પામતાં તેમના દેહને અગ્નિસંસ્કાર તે ગામની વાડીમાં કરવામાં આવ્યા, ને ત્યાં અકાલે આંબા ફલ્યા એ આશ્ચર્ય થયુ તે ત્યાં તેમને સ્તૂપ કરવા જમીન આપવી ઘટે. શાહે તે વાત માન્ય રાખી દશ વીઘા જમીનવાળું ક્ષેત્ર ( ખેતર ) પત્ર લખી આપ્યુ. આ પત્ર ભાનુદ્રે પેાતાના ભાઇ રંગચંદ્ર સાથે મેાકલ્યું'. એ પત્ર મળ્યા પછી તે ગામમાં સ્તૂપ કરવામાં આવ્યેા.
હવે કાશ્મીર દેશના પુષ્પાદિ જોવાની ઇચ્છાથી ખાદશાહ પુન: શ્રીનગર પ્રત્યે ઉપડ્યો અને ભાનુચંદ્ર ને સિદ્ધિચદ્રને સાથે આવવા જણાવ્યુ. સિદ્ધિચંદ્ર બાદશાહના બેટાએ સાથે પારસી ગ્રંથનું પઠન કરતા, શાહ પાસે પ્રાત:કાળે સંભળાવતા, એ સેવાથી તેની પ્રસિદ્ધિ વિશેષ થઈ. રત્નપજાલ, પીરપજાલ, આદિ પર્વત કે જે હિમથી ઢંકાયેલા હતા તેને ઓળંગી કાશ્મીર પહોંચી ત્યાં ઘેાડા માસ રહી પાછા ફરી શાહ લાભપુર (લાહાર) આવ્યા (૧૦૮)
શાહને મૃગયાના બહુ શેખ હતા. એક વખત તેણે એક મૃગને તેના શીંગડાના અગ્રભાગમાં ઘાયલ કર્યાં એટલે તે મૂર્છા ખાઇ પડ્યો. આથી આઘાત થયા. પચાસ દિવસ અતિ પીડા અનુભવી. પેાતાની પાસે શેખ અને ભાનુચદ્રને રાખ્યા. પેાતે નિરોગી થતાં પુણ્યકાર્યાર્થ પાંચ સેા ગાયા દાન અર્થે ઉપાશ્રયમાં મેકલી કે જે બ્રાહ્મણામાં વહેંચી અપાઇ.
અન્યદા બાદશાહ ઉગ્રસેનપુર( આગ્રા) ગયા અને સાથે ભાનુચદ્ર ને સિદ્ધિચંદ્ર લેતા ગયા. શાહની સાથે તેના પુત્રને પઠન કરાવાતું હતું. સિદ્ધિચદ્ર પર શાહુના અતિ સ્નેહ થયા અને તેના પાત્ર પશુ ખેાળામાં રમતા થયા. અહીં આગ્રામાં શ્રાવકાએ ચિંતામણીનું ચૈત્ય બંધાવવાનું શરૂ કર્યું હતું. અન્ય દનીએના ઉંધા સમજાવવાથી શાહે તે બંધાતું અટકાવ્યું: સિદ્ધિચન્દ્રે સ્વશક્તિથી શાહને સમજાવી તે ચૈત્ય પુન: બંધાવવાની સાનુકૂળતા કરી આપી. (૧૧૮ )
.:
૧ સ. ૧૬૫૨ ભાદરવા સુદ ૧૧ ગુરુ. ઉનામાં.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
* 234 *
www.jainelibrary.org