________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ આસ્વાદ કરતો હતો. તેણે ગુરુને અતિ-શિલ્યથી પ્લાન જોઈ બોલાવ્યા. તેમણે સૂર્ય સહસ્ત્ર નામનું અધ્યાપન કર્યું ને પછી જણાવ્યું કે બધાની ઈચ્છા તૃપ્ત કરે છે, પણ મારી એક ઈચ્છા અતૃપ્ત રહે છે. શાહે તે શી છે તે જણાવવા કહેતાં ભાનચંદ્ર નિવેદન કર્યું ભિક્ષા માત્ર પર જીવનારા, સાવદ્ય વેગને તજનારા અમોને કંઈ પણ અર્થ જોઈતો નથી, પરંતુ તીર્થને કર છેડી દ્યો.” શાહે કહ્યું તેથી ઘણું દ્રવ્યપ્રાપ્તિ છે. ગુરુએ કહ્યું બધો કર મળીને થઈ થઈને કેટલું દ્રવ્ય પ્રાપ્ત થાય ? ( નહિવત ) શાહે શેખને હકમ કર્યો કે તીર્થ પરના કરની મુક્તિનો પત્ર કરી આપો. શેખે લખે. ગુરુએ તે હીરસૂરિના નામનો લખાવ્યો. પછી બાદશાહે પિતાની મહોર મારી ગુરુને આપ્યો. ગુરુએ શાહના હુકમથી તેના જ માણસો મારફત આચાર્યને તે મેકલી આપ્યો. આ ફરમાન પ્રાપ્ત થતાં હીરસૂરિએ સંઘ સાથે અનેક દેશ પસાર કરી તીર્થયાત્રા કરી. ત્યારથી સિદ્ધાદ્રિ( શત્રુંજય )ના કરની મુક્તિ યાત્રાથે જનારા બધા ય જેને માટે પ્રવર્તે છે. (૭૧)
હવે બાદશાહે તે તળાવથી પ્રયાણ કર્યું. કાશમીર કેદારને જોઈ ધીમે ધીમે હિતાસ નામના કિલ્લામાં આવ્યું. સર્વત્ર આજ્ઞા પ્રવર્તાવી, પછી અવિચ્છિન્ન પ્રયાણ કરી ક્રમે બાદશાહ લાભપુર ( લાહોર ) આવ્યો. તે અકબર બાદશાહ સમસ્ત શત્રુને પરાસ્ત કરનાર રાજાનો રાજા સમ્રાટું છે, ધરતીને એક છત્ર લાવનાર છે અને બર્બર વંશમાં હંસ છે. (૭૬)
આ રીતે અકબરનું કાશ્મીર દેશમાં ગમન, વિવિધ આશ્ચર્યનું વિલેકન, શત્રુંજયાદિ સમસ્ત તીર્થના કરમાંથી મુક્તિ આદિ વર્ણનવાળો ત્રીજો પ્રકાશ સમાપ્ત થયે. (આના સમર્થનમાં જુઓ હીરસૂરિ રાસ પૃ. ૧૮૨ કડી ૨૭ થી ૩૫ )
ચોથે પ્રકાશ—એકદા બાદશાહે દુર્જનશલ્ય નામના અગ્ર શ્રાવકને બોલાવી પૂછયું કે હીરસૂરિના પટ્ટે કેને સ્થાપિત કર્યા છે ? તેણે વિજયસેનસૂરિનું નામ આપી તેનાં વખાણ કર્યા, એટલે આનંદ પામી તેમને બોલાવવા શાહે ફરમાન લખી ભાનુચંદ્ર પર કહ્યું કે તે વિજયસેનસૂરિ પર મોકલે અને જણાવે કે લાહાર આવે. આ ફરમાન મળતાં તે સૂરિ શિષ્ય સહિત નીકળી દરેક ગામે દેશના આપતા લાહોર આવી પહોંચ્યા. સુરત્રાણ(સુલતાન–અકબર બાદશાહ)ની આજ્ઞાથી શેખ અને સૈન્ય સાથે ભાનુચંદ્ર વાચક સૂરિની સામે જઈ તેમને લઈ આવ્યા. સૂરિ શાહને મળ્યા ને પછી ઉપાશ્રયે
૧ દુર્જનશલ્ય-દુર્જનસાલ-આ પ્રસિદ્ધ શ્રાવક સંબંધમાં કૃષ્ણદાસ નામના કવિએ સં. ૧૬૫૧ માં લાહેરમાં “ દુર્જનસાલ બાવની ' નામની કૃતિ હિંદીમાં બાવન છીપામાં રચી છે. જુઓ મારો ગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૩૦૦. તેમાં જણાવ્યા પ્રમાણે તેણે સંઘ કાઢી સૌરીપુરની યાત્રા કરી, જિનપ્રાસાદનો ઉદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હતી ને લાહેરમાં એક મંદિર કરાવ્યું હતું.
૨ સં. ૧૬૪૯ જેઠ સુદ ૧૨.
શતાબ્દિ ગ્રંથ ]
* ૨૩૩ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org