________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર આ રીતે પંડિત હાર્ષિ ગણિ પ્રકૃતિની પટ્ટપરંપરાનો પ્રાદુર્ભાવ, બાદશાહ સાથે મેળાપ, સૂર્યસહસ્ત્ર નામનું તેને અધ્યાપન, અષ્ટોત્તરશત સ્નાત્રનું વિધાન, ઉપાશ્રયનું નિર્માપણ ને ત્યાં વાસ, ઉપાધ્યાયપદનું દાન આદિનું વર્ણન કરતો બીજો પ્રકાશ સમાસ થ. (૧૮૭ )
- ત્રીજો પ્રકાશ–હવે સિદ્ધાદ્રિ( શત્રુંજય )ના કરથી કેમ મુક્તિ થઈ તે વાત કહેવાય છે. એક વખત સવારમાં અકબર શાહ રાજસભા ભરી બેઠે હતો તે વખતે કે કાશમીરથી આવેલ દ્વારે ઊભે હતો તેને ન રોકતાં અંદર આવવા બાદશાહે હુકમ કર્યો. તેણે કાશ્મીર દેશનું સન્દર્ય આદિનાં વખાણ કર્યા, તેથી તે જોવાની ઉત્સુકતા થઈ. શેખ આદિએ ઉત્સાહિત કરતાં બાદશાહે ત્યાં જવા માટે પ્રસ્થાન કરવાની તૈયારી કરી. મોટા રસાલા સાથે તે નીકળ્યો. તેના આગ્રહથી ગુરુએ પણ પ્રસ્થાન કર્યું. કમે ભમ્મરના કાંઠે શ્રેમાકુલ સેન્ટ જોઈ ત્યાં કેટલાક દિવસ શાહે વિસામો લીધો. આ વખતે વિમલાદ્રિ ( શત્રુંજય ) મહાતીર્થને પોતાનું કરવા ખતરો તત્પર હતા અને તે માટે છાના પ્રયત્ન કરતા હતા. ગુરુએ આ જાણી શેખને વિજ્ઞપ્તિ કરી કે અમારું આ પુંડરીક નામનું તીર્થ લેવા ઈચ્છે છે.
ત્યાં તો બાદશાહ ત્યાંથી ચાલી નીકળ્યો. ગુરુ પણ ચાલ્યા. જ્યાં વિસામો લે ત્યાં થોભતા. રત્નપંજાલ, પીર પંજાલ આદિ પર્વતોને ઉલ્લંઘી આખરે શ્રીનગર પહોંચ્યા. રવિવાર આવ્યા એટલે સવારે સૂર્ય નામનું અધ્યાપન કર્યા પછી ગુરુએ બાદશાહને વિજ્ઞપ્તિ કરી સિરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થ છે ત્યાં યાત્રા કરવાનું મન હીરસૂરિ રાખે છે. ત્યાંના અધ્યક્ષ દરેક મનુષ્ય પાસેથી કર લે છે તો તેમાંથી મુક્તિ કરવાની કૃપા કરીને આનંદ આપો.” શાહે આજમખાનના જયેષ્ઠ પુત્રને કહ્યું કે હીરસૂરિ શત્રુંજયની યાત્રા કરવા આવે ત્યારે કઈ પણ શ્રાવકને કર લે નહિ, આ બાબતના ખબરને પત્ર લખી ભાનચંદ્રજીને આપી દે. આ પ્રમાણે પત્ર અપાતાં ભાનચંદ્ર હીરસૂરિને મોકલી આપે. હવે ખરતરોથી આ સહન ન થયું. તેમણે દીનસ્વરે તે તીર્થ તેમને આપવાની શાહને વિજ્ઞપ્તિ કરી ત્યારે શેખે કહ્યું “શા માટે આવું અગ્ય બોલો છો ?” “ ઘણે કર આવવાથી રાજને માટે લાભ છે. ” એવું સાંભળી બાદશાહે ફરમાવ્યું કે યાત્રાથે જનાર મુનિઓ પાસેથી કર ન લે. ( એટલે તે સિવાયના પાસેથી લેવો એમ ઠર્યું.) ભાનુચંદ્રને આથી તે તીર્થ પિતાનું કરી લેવાની તમન્ના લાગી ને શેખને તે માટે વિશેષે કહ્યા કર્યું. (૪૮)
હવે ત્યાં સમુદ્ર જેવું જેનલંકા નામનું પચાશ ગાઉના ઘેરાવાવાળું તલાવ હતું. ગુરુ ત્યાં ગયા. બાદશાહ એક દિવસ ત્યાં આવી ચડ્યો. ત્યાં શીતલતા વ્યાપી ગઈ હતી. પડ્યો ખીલ્યાં હતાં. હિમ પડતો હતો. બાદશાહ પોતાના સુન્દર આવાસમાં જઈ ફલોને
૧ અકબર કાશ્મીરમાં સને ૧૫૮૯ માં પહેલી વાર ગયે; પુનઃ એક વાર ગો (ઈ. સ. ૧૫૯૭)લાહિડીકૃત સમ્રાટું અકબર.
* ૨૩૨ *
[ શ્રી આત્મારામજી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org