________________
શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ. બાદશાહે પણ હાજરી આપી. થાનસિંહાદિએ પછી સ્નાત્રવિધિ કરી, શેખજી સહિત બાદશાહ જિનાચે ઊભા રહ્યા અને ગુરુએ પોતે ભક્તામર મહાસ્તોત્ર સંભળાવ્યું. ગર્ભગૃહમાંથી શાહ રંગમંડપમાં આવ્યો. શાહ અને સલીમ બંને ગુરુ પાસે ઊભા રહ્યા. સ્નાત્ર કરી સ્થાનસિહ હાથી અને ઘોડાની શાહ પાસે ભેટ ધરી. તેરસે સુવર્ણ મુદ્રાની મોતીની માળા મંત્રી કર્મચંદ્ર શાહની વડા પુત્ર( સલીમ )ને ભેટ ધરી. તેમ બીજા શ્રાવકોએ જુદી જુદી જાતની ભેટ ધરી. પછી બાદશાહે સુવર્ણપાત્રનું સ્નાત્ર-જલ પ્રીતિપૂર્વક બંને નેત્ર પર લગાડી અંતઃપુરમાં મોકલી આપ્યું. શાહ ને યુવરાજની સુખશ્રેણ વધી. (૧૯૬૮)
એક વખતે ગુરુ રાજસભામાં બાદશાહને શિખવતા હતા. બાદશાહે હર્ષિત થઈ એવી કઈ મુખ્ય પદવી તમારા સંપ્રદાયમાં છે એ પ્રશ્ન કર્યો. મોટામાં મોટી આચાર્યની અને તે પછીની ઉપાધ્યાયની છે એમ ઉત્તર અપાયે ત્યારે મેં તમને આચાર્યની પદવી આપી એમ થાઓ એમ બાદશાહે કહેતાં, ભાનુચંદ્રજીએ જણાવ્યું કે આચાર્યની પદવી તે હીરસૂરિની છે અને તે માટે તેઓ જ ગ્ય છે. આથી બાદશાહને તેમનું નિઃસ્પૃહત્વ અલૈકિક છે એમ સમજાયું.
અન્યદા શેખે ( અબુલફજલે ) બાદશાહને ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદ આપવું યોગ્ય છે એમ કહ્યું. ઉપાશ્રયમાં જઈ એ વાત સર્વ શ્રાવકને બોલાવી કહી. બધા આનંદ પામ્યા, તેમાંથી ઉચિતબુદ્ધિ એવા એક આગેવાને શેખજીને કહ્યું કે અમારામાં એવી પરંપરાગત રીતિ છે કે પદપ્રદાન વગેરે ગુરુને આધીન છે, તેથી બાદશાહની આજ્ઞા લઈને અમારા ગુરુને લખવું ઘટે. એટલે શેખજીએ બાદશાહનું ફરમાન લખી રાજધન્યપુર(રાધનપુર)માં ગુરુ આચાર્ય હીરસૂરિ)ને મોકલ્યું. આ ફરમાનને પ્રમાણ ગણી હીરસૂરિએ પિતે પ્રતિષ્ઠિત કરેલ વાસક્ષેપ મોકલી લેખદ્રારા પછી ઉપાધ્યાય પદ ભાનુચંદ્રને આપ્યું.
૧ આ વાતનું તત્કાલીન પ્રમાણુ કર્મચંદ્ર મંત્રી પ્રબંધમાં ઢાલ ૮ માં મળે છે--
મૂલ નક્ષત્રિ જાઈ સુતા, શ્રી શેખૂનઈ જાણિ રે સાહિ હુકમ શાંતિક કયઉં, હેમ રજત કુંભ આણિ રે તિહાં મંગલેવઈ આવીયઉ, શ્રી સલેમ સુરતાન રે ભેટિ સહસ દસ રૂધ્યની, દેખિ ભયઉ હયરાન રે શાંતિક જલ લેઈ કરઈ, અંતેઉરનઈ સંગિ રે
શ્રી જી નયનિ લગાવીયઉં, મંત્રિ રહઈ રલી રંગિ રે. વળી આના સમર્થનમાં જુઓ હીરસૂરિ રાસ પૃ. ૧૮૩ કડી ૩૮ થી ૪૫. તેમાં “શેખજી ” ને બદલે “શેખૂછ” જોઈએ કે જે સલીમનું બીજું નામ છે. ( આનંદ કાવ્ય મહોદધિ )
૨ આના સમર્થનમાં જુઓ હીરસૂરિ રાસ પૃ. ૧૮૩ કડી ૪૬ થી ૪૮ અને પૃ. ૧૮૪ કડી ૧ થી ૩. શતાબ્દિ ગ્રંથ ]
* ૨૩૧ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org