________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ અને શાન્તિચંદ્ર એ નામના મુખ્ય હતા સૂરચંદ્ર સૂર્ય જેવા બુદ્ધિશાળી હતા અને તેમની પ્રતિભા એવી હતી કે જાણે તેઓ કૃષ્ણભારતી હોય નહિ; તેથી વાદમાં અનેક વાદીને જીતતા. તેમના મુખ્ય શિષ્ય ભાનચંદ્ર નામના થયા અને ગુરુ પાસેથી અનેક વિદ્યા શિખ્યા. તેમના પર પ્રીતિથી પ્રેરિત થઈ હીરસૂરિએ પોતે “પ્રાજ્ઞ” (પંડિત) પદ આપ્યું. તે ભાનુચંદ્ર અનેક શ્રીમંતના પુત્રને દીક્ષા આપી. નામ પ્રમાણે તેમનામાં ગુણે હતા. હરસૂરિએ તે પંડિતથી શાસનોન્નતિ થશે એમ ધારીને તેમને અકબર બાદશાહ પાસે મોકલ્યા. તેઓ ગુરુવચન પ્રમાણ કરી લાભપુર ( લાહોર) પહોંચ્યા. શેખમિત્ર (અબુલફજલ દ્વારા બાદશાહને મળ્યા કે જે ભાનુચંદ્રથી અતિ મુગ્ધ થશે. તેના પ્રનું ભાનુચંદ્ર સમાધાન કર્યું. બાદશાહે દ્વારપાલને બોલાવી જણાવ્યું કે એમને મારી પાસે આવતાં કદી રોકવા નહિ. હમેશાં તેઓ બાદશાહ પાસે જતા. શેખને ષદર્શનસમુચ્ચય શીખવાની ઈચ્છા થઈ, બાદશાહે પણ તે પોતાને શીખવું છે એમ જણાવ્યું એટલે ભાનચંદ્ર શીખવતા ને શેખ હમેશાં લખી લેતા. આથી તેઓ વચ્ચે પ્રીતિ જામી. હવે પોતાને સ્વસ્થાનથી પ્રસ્થાન કરવું પડશે એ વાત શાંતિચંદ્રથી જાણી શેખે બાદશાહને કહેતાં તેણે જેમ ઈષ્ટ લાગે તેમ કરે અને મારી પાસે જે આવેલા તે સર્વનું રક્ષણ થવું જોઈએ એમ જણાવ્યું. શેખે શાંતિચંદ્રને બોલાવી કહ્યું કે બાદશાહે પ્રસ્થાન કરવાની રજા આપી છે ને ભાનચંદ્રને રક્ષણ આપ્યું છે તેથી શાંતિચંદ્ર શેખની અનુજ્ઞા લઈ પ્રસ્થાન કર્યું ને તેઓ કેમે કરી ગુર્જરદેશ આવ્યા. પછી ભાનુચંદ્રનાં અનેક સુકૃત્યે શેખની સહાયથી થવા લાગ્યાં. સૂર્યનાં સહસ્ત્ર નામે જોઈતાં હતાં તે બ્રાહ્મણ પાસેથી મળ્યાં નહિ. કોઈ વિદ્વાને તે પૂરાં પાડ્યાં તે જોઈ બાદશાહે આનંદિત થઈ કહ્યું “મારી પાસે તેને ભણવા માગું છું.” એ ભણાવનાર તો ઇંદ્રિયજય કરનાર બ્રહ્મચારાં જ અધિકારી છે એમ કહેવામાં આવતાં બાદશાહે ભાનુચંદ્રને કહ્યું કે આપ જ તેવા ગુણ ધરાવનાર હોઈ મારી પાસે હંમેશાં પ્રાત:કાલે ભણે. આથી ભાનુચંદ્ર હંમેશા સવારે જઈ અકબર પાસે ‘સૂર્યસહસ્ત્રનામ ભણતા. આમ થતાં તેમની કીર્તિ ઘણી વિસ્તાર પામી. (૧૦૯)
- એક વખત ભાનુચંદ્રજીએ દીનોના ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા થઈ બાદશાહને જણાવ્યું કે અછાહિકા દિને દીધેલું દાન શતગણું થાય છે. આ સાંભળી બાદશાહે કહ્યું: દુ:ખી ને સ્વર્ણાદિ દાન પિતે આપવાનું યોગ્ય ધારે છે.” પછી સ્નાન કરી, વેત વસ્ત્ર સજીને સભામાં બેસી દીન-દુઃખી ને સુવર્ણમુદ્રા-છ હજારનું દાન કર્યું. આમાંથી મુનિ
૧ શાંતિચંદ્ર-કૃપારસકોશ” કે જે મુનિશ્રી જિનવિજયજી સંપાદિત બહાર પડી ગયો છે ને જેમાં અકબરનાં અહિંસા માટે કરેલાં સુકૃત્યનું વર્ણન છે તેના કર્તા; ભાનુચંદ્રના કાકા ગુરુ. જુઓ મારો “જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૫૫૩.
- ૨ આ કારણે સિદ્ધિચંદ્ર પિતાના દરેક પુસ્તક-ટીકા અંતે ભાનુચંદ્રનાં વિશેષણોમાં, પ્રથમ વિશેષણ ‘ઘાતરશાદ થી અવર કાઢો છો સૂર્યાસ્ત્રનામ સ્થાપવા' આપેલ છે.
શતાબ્દિ ગ્રંથ ]
* ૨૨૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org