________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર
એક વાર અકબરે ગુજરાતથી આવનારા સામતોને પૂછયું કે ગુજરાતમાં તપસ્વી, નિઃસ્પૃહ, દાન્ત, સેમ્યમૂર્તિ, જિતેનિદ્રય એવી વ્યક્તિ કદી સાંભળી કે જોઈ છે? શ્રી હીરસૂરિજી તેવા છે એમ સંભળાય છે એવો ઉત્તર મળતાં ગુજરાતના સૂબા સાહિબખાન ઉપર ફરમાન મોકલ્યું કે તેમને આગ્રે મેકલવા. સૂબાએ રાજદંગ(અમદાવાદ) શ્રાવકોને પૂછતાં હીરસૂરિ ગંધાર બંદર છે એમ જાણું ત્યાંથી તેડાવ્યા. આશ્ચાય અહ
મૂદાવાદ આવ્યા. સાહિબખાન સાથે સુહાષ્ટિ કરી. વાહનાદિ વસ્તુઓ લેવાની ખૂબ વિનતિ સૂબાએ કરી પણ આચાર્યો જેન નિ:સ્પૃહ સાધુ હોઈ કંઈપણ ગ્રહણ કર્યું નહિ. ઉપાશ્રયે આવી પ્રસ્થાન કરી કમે ફત્તેપુર (સકી) આવ્યા. અનેક વાદ્યના નિર્દોષવડે શ્રી સંઘે અને સ્થાનસિંહ પ્રમુખ સર્વેએ સન્માન કર્યું અને મુદ્રાવડે તેમની અંગપૂજા કરી. તે જ દિને અબુલફજલદ્રારા અકબર પાદશાહ સાથે મેળાપ થયે. દયામૂલ ધર્મ સાંભળી શિકારને શોખીન બાદશાહ કમળ ચિત્તનો થયે અને આચાર્યના દર્શનથી સંતુષ્ટ થઈ, હાથ જોડી કહ્યું: “આપ નિ:સ્પૃહને બીજું શું દાન ઉચિત થાય ? અમારા મહેલમાં જેન પુસ્તકભંડાર છે તેને ગ્રહણ કરી અનુગ્રહ કરે.” આટલું બોલતાં તે ચિત્કશ (જ્ઞાનભંડાર ) લઈ આવી તેના અધિકારીએ અર્પણ કર્યો. પછી બાદશાહ પુનઃ બોલ્યા:
આપને અમારી પાસેથી જે કંઈ લેવાનું ઈષ્ટ હોય તે અનુગ્રહ કરી લ્યો” ત્યારે સૂરિએ પર્યુષણ પર્વના આઠ દિનેમાં સર્વ જતુની અહિંસા પળાવવાની યાચના કરી, એટલે બાદશાહે તે દિવસો તથા ચાર પોતાના તરફથી અન્ય એમ બાર દિવસે તે માટે કરી આપ્યા. આમ બાદશાહ સાથેના મેળાપથી લાભ થયો. તે દેશમાં વર્ષો ગાળી, ત્યાં શાન્તિચંદ્ર ઉપાધ્યાયને મૂકી ગુજરાત પ્રત્યે હીરસૂરિએ પ્રયાણ કર્યું, અને રસ્તે સર્વ ગામને પ્રતિબોધ આપતા પિતે ગુર્જરભૂમિમાં આવ્યા. સૂરિના ગમન પછી બાદશાહ લાભપુર (લાહોર ) આવ્યો.
બીજે સર્ગ–અહીં લુમ્યાકોના મત(લંકામત-હાલના સ્થાનકવાસી મત)માં રહાર્ષિ નામના એક બુદ્ધિશાલી સાધુ થયા. તેમણે સિદ્ધાન્તાનો અભ્યાસ કરી ચિત્તચક્ષુથી જિનપ્રતિમા જોઈ ને તેથી તે મતમાંથી નીકળવા ઇચ્છા કરી. પછી તેમણે પોતાના શિષ્યો સહિત તપાપક્ષનો આશ્રય લીધે. તેમના શિષ્યમાં મુખ્ય સકલચંદ્ર નામના વાચક (ઉપાધ્યાય) થયા તેમણે “સત્તરભેદી પૂજા” ની પ્રવર્તન કરી કે જે પૂજા અત્યાર સુધી દરેક શહેર અને ગામમાં ગવાય છે. તેમના અનેક શિષ્ય થયા કે જેમાં સૂરચન્દ્ર
૧ સાહિબખાન-(શહાબુદિન અહમદખાન) મૂળ માલવાને સૂઓ કે જેને સને ૧૫૭૭ ના અંતે ગુજરાતને સૂબો નીમવામાં આવેલ. તે સને ૧૫૮૩ સુધી ગુજરાતને સબ રહ્યો.
૨ હાર્ષિ-કાદંબરી ટીકામાં દાનર્ષિ છપાયું છે, પણ આ ચરિતમાં હાર્ષિ જણાવેલું છે.
૩ સકલચંદ્ર તેની ગૂજરાતી કૃતિઓ માટે જુઓ મારો ગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧, પૃ. ૨૭૫. તેની “ સત્તરભેદી પૂજા’ વિધવિધ રાગમય છે અને સંગીતકુશલ પાસે હજુ પણ ગવાતી પ્રચલિત છે. * ૨૨૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org