________________
શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ
स श्रीवाचकभानुचंद्रमुनिपः प्राप्तप्रतिष्ठोऽभवत् . शाहि श्रीमदकब्बरनरवरं सम्बोध्य सो भाग्यभूः । तस्माच्चाहतशासनस्य महिमा त्यर्थं यथा पप्रथे,
तवृत्तान्तलवः सवर्णनिकरैरुत्कर्णमाकर्ण्यताम् ॥ १२ ॥ –જેણે સર્વાર્થ સાધક એવા સૂર્યનાં સહસ્ત્ર નામ શુદ્ધ રીતે પાતશાહ શ્રી અકબરને પઢાવ્યા, જેને તે અકબર બાદશાહે જ સર્વ જીવના વધના નિષેધનું, શત્રુંજય ગિરિ પર કર માફ કરવા આદિનું ફરમાન આપ્યું,
જે નિત્થરાજે બેનાવૃત્તિ (?), વસંતરાજ શકુન પર વૃત્તિર, કાદંબરી પર વૃત્તિ, સારસ્વત વ્યાકરણ પર વૃત્તિ, કાવ્યપ્રકાશ પર વૃત્તિ, વિવેકવિલાસ ગ્રંથ પર વૃત્તિ આદિ અનેક રુચિર ગ્રંથ રચ્યા અને જહાંગીર બાદશાહે સર્વ યતિઓને દેશબહાર કર્યા ત્યારે જેણે સત્કૃત્યથી સ્થાપિત કરી, વાચક સિદ્ધિચંદ્રને સાથે રાખી મહાન પવનની પેઠે કંપાવ્યા (3)
તે વાચક ભાનુચંદ્ર કે જેણે અકબર બાદશાહને સંબોધી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી અને આત(જૈન શાસનને મહિમા વિસ્તાર્યો હતો તેને લેશમાત્ર વૃત્તાંત થોડા અક્ષરોમાં કહું છું તે સાંભળો.
પછી કાલિન્દી( યમુના) તટે આવેલ ઉગ્રસેનપુર(આગ્રા)નું (૧૩-૩૮), અકબ્બરનું (૩૯-૬૫), તેના મિત્ર શેખ અબુલફજલનું (૬૬-૭૭) વૃત્તાંત આવે છે. તે શેખને દંડનાયક બનાવી સેના સાથે પોતાના પુત્ર મુરાદ સામે મેકલ્યા, તે મુરાદ મરણ પામ્યું એટલે શેખને “દલથંભન”ની પદવી આપી એમ શેખના તે વર્ણનમાં જણાવ્યું છે.
૧ મેનાવૃત્તિ-ખ એટલે આકાશ, “ઇન” એટલે સ્વામી એટલે સૂર્ય પર વૃત્તિ, તે સૂર્યસહસ્ત્ર નામમાલા હાય યા સૂર્યનાં નામ પર વૃત્તિ હોય. ઉક્ત સૂર્યસહસ્ત્ર નામની પ્રત મળે છે. અપ્રસિદ્ધ છે.
૨ એટલે વસંતરાજકૃત શકુન શાસ્ત્ર પર ટીકા કે જે સં. ૧૯૪૦ માં શિલાછાપમાં મુંબઈના જગદીશ્વર શિલાયંત્રમાં જયપુરના જ્યોતિર્ધર જટાશંકરસુત શ્રીધરે છપાવી. શિરોહીમાં અખયરાજ (બીજે કે જે સુલતાનસિંહ પછી રાજસિંહ પછી ગાદીએ આવ્ય, મૃત્યુ સં. ૧૭૩૦. વિશેષ માટે જુઓ શિરોહી વI તિહાસ પૃ. ૨૪૯-૨૬૨.)ના રાજ્યમાં રચી ને સિદ્ધિચંદ્ર શેધી.
૩ પ્રસિદ્ધ (નિર્ણયસાગર પ્રેસ મુંબઈ). તેના પૂર્વાદ્ધની ટીકા, જ્યારે ઉત્તરાર્ધની ટીકા સિદ્ધિચંદ્ર કરેલી છે. ૪-૫ અપ્રસિદ્ધ અને અનુપલબ્ધ. ૬ સં. ૧૬૭૧ માં રચેલી, ને સં. ૧૬૭૮ માં લખાયેલી પ્ર. કાંતિવિજયજીના ભંડારમાં છે.
શતાબ્દિ ગ્રંથ ]
* ૨૨૭ %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org