________________
(4\\
-ড্রীলােত্ত্বিা গৃহ্-
জিম্রা। ભાવ ને
દિવં તેજી
ત્રમોહનલાલ દલjદ દેવાઈ BALL.B.
Advocare.
[ મૂળ બિકાનેરવાસી નાહટા કુટુંબના કલકત્તા વગેરે સ્થળે વ્યાપાર ખેડતા સાહિત્યરસિક શ્રીયુત અગરચન્દ નાહટા અને ભંવરલાલ નાહટા કે જેમણે “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ' એ નામને જીવનચરિત ગ્રંથ પરિશ્રમપૂર્વક બને તેટલો સપ્રમાણ લખીને હમણાં પ્રકાશિત કર્યો છે તેમના તરફથી “ઉપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રમણિવિરચિત મહોપાધ્યાય શ્રી ભાનુચન્દ્ર ગ્રંણ પ્રભાવક પુરુષચરિત મહાકાવ્ય”ની પ્રત બિકાનેર પુસ્તક ભંડારમાંથી મેળવી અને મારી વિનંતિથી પૂરી પાડી છે તે માટે તેમનો ઉપકાર માનું છું. તે પ્રત ચરિત્રનાયક ભાનુચંદ્ર ગણિ શિષ્ય દેવચન્દ્ર ગણિ પંડિત વિવેકચન્દ્ર ગણિ શિષ્ય મુનિ ગુણચંદ્ર લખી. છે. આ ચરિત સિદ્ધિચંદ્ર કે જેણે પ્રાયઃ વૃત્તિકાર-ટીકાકાર તરીકે ઘણા ગ્રંથો પર વૃત્તિઓ રચી છે તેની સ્વતંત્ર કૃતિ છે. આ ગ્રન્થ સંસ્કૃત ભાષામાં કાવ્યબદ્ધ છે. ભાષા મોટા મોટા ( high sounding ) શબ્દોથી પૂરિત છે અને તે કર્તાનું પાંડિત્ય બતાવે છે. તેમાં અકબર અને જહાંગીર બાદશાહના દરબારમાં ર૩ વર્ષ રહીને જે ઘટના બની તેનું મુખ્યત્વે વર્ણન છે. કયાં અને કેને ત્યાં જન્મ ? કયારે અને કયાં દીક્ષા? વગેરે હકીકત લેશ માત્ર આવતી નથી. ઋષભદાસના હીરસૂરિરાસમાંથી જણાય છે કે ભાનચંદ્ર તે મૂળ સિદ્ધપુરના વણિક રામજી અને રમાડેના પુત્ર ભાણજી. તેના વડિલ ભાઇન નામ રંગ. બંને ભાઈઓએ સાથે દીક્ષા લીધી. આ વડિલ ભાઈનું દીક્ષા-નામ રંગચંદ્ર હતું એમ આ ચરિત પરથી જણાય છે. સિદ્ધિચંદ્ર પણ એક ઈભ્યપુત્ર-વણિકપુત્ર હતા ને ગુજરાતમાં દીક્ષિત થયા હતા. આ રીતે ભાનચંદ્ર ને સિદ્ધિચંદ્ર તળ ગુજરાતના હતા. એ ગૂજરાતીઓએ મહાન વિદ્વત્તા અને પ્રતિભા બતાવી મોગલ બાદશાહના દરબારમાં ભારે સન્માન અને લાગવગ મેળવ્યાં હતાં અને શાસનપ્રભાવનાનાં કાર્યો-શત્રુંજય પર લેવાતા કરને રદ કરાવવા વગેરે-કર્યા, એ મહત્ત્વની વાત છે. – સંપાદક. ]
અકબરના દરબારના વિદ્વાનો-સંતો-ઓલિયા વગેરેના પાંચ ભાગ આઈને અકબરીમાં પાડેલ છે તેમાં પ્રથમ વર્ગમાં પિતાના સીતારાના પ્રકાશમાં બાહ્ય તેમજ આંતરિક વસ્તુએના ગુપ્ત ભેદો-રહસ્ય જઈ શકનારા અને પિતાની સમજ તથા દષ્ટિ–વિશાળતાથી શતાબ્દિ ગ્રંથ ]
* ૨૨૫ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org