________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર વિચારના પ્રદેશે જાણી શકનારાનો મૂક્યો છે ને તેમાં જેનોમાંથી માત્ર તપાગચ્છના પ્રસિદ્ધ આચાર્યશ્રી હીરવિજયસૂરિને અન્ય જૈનેતરો સાથે મૂકેલ છે, જ્યારે પાંચમો વર્ગ નકલ (પુરાવા) પર આધાર રાખતા વિજ્ઞાનને સમજનારાઓને છે તેમાં જેનેમાંથી માત્ર બે જ વ્યક્તિ નામે વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર(ભાણચંદ)ને અન્ય સાથે મૂકેલ છે. આ ભાનુચંદ્ર એક સમર્થ પ્રભાવશાળી વ્યક્તિ હતા અને તેના શિષ્ય નામે સિદ્ધિચંદ્ર પણ મહાવિદ્વાન્ હતા. બંને ઉપાધ્યાય પદવીથી વિભૂષિત હતા. એ બે ગુરુ-શિષ્ય સાથે રહી મેગલ સમ્રાટુ અકબર અને જહાંગીરના દરબારમાં ભારે પ્રભાવ પાડ્યો હતો. તે બંનેના જીવન, લેખનકાર્ય વગેરે સંબંધી કંઈ વિસ્તારથી જણાવવાને આ લેખનો પ્રયાસ છે. ટૂંકમાં જાણવા માટે જુઓ મારો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૫૪૯-પર, ૫૫૪, ૫૫૮, ૧૯૫-૬.
સદભાગ્યે ઉક્ત સિદ્ધિચંદ્રકૃત ઉક્ત સ્વગુરુ શ્રી ભાનુચંદ્રનું જીવનચરિત સંસ્કૃત મહાકાવ્ય તરીકે કાવ્યબદ્ધ મળી આવ્યું છે અને તે પણ ભાનચંદ્રના શિષ્ય દેવચંદ્રના શિષ્ય વિવેકચંદ્રના શિષ્ય ગુણચંદ્રના હસ્તાક્ષરે લખેલી પ્રતમાં, તેથી ઘણું વિશ્વસનીય અને અપ્રકટ હકીકતો ઉપલબ્ધ થઈ શકી છે. પ્રત અતિ શુદ્ધ તો નથી પણ પ્રાય: અશુદ્ધ છે, છતાં પરિશ્રમ લઈ, બને તેટલી કાળજી રાખી તેનો સાર અત્રે આપવામાં આવે છે.
પ્રથમ ત્રષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન પ્રભુની સ્તુતિ કરી જેનું પિતે વર્ણન કરી શકે તેમ નથી એવા સ્વગુરુ ભાનુચંદ્ર વાચકનું વર્ણન પ્રગલભતાથી કાવ્યમાં આપવાનું સાહસ કરે છે. તે ભાનુચંદ્ર કેવા હતા તે પ્રથમ જ ૯ થી ૧૨ નંબરના શાર્દૂલ છંદમાં જણાવે છે –
यः सर्वार्थसहस्सहस्रमहसः शुद्धा सहस्राभिधाः, शाहि श्रीमदकब्बरक्षितिपतेरध्यापयामासिवान् । यस्मै सोऽपि समस्तजन्तुहननव्याषेध शत्रुजयक्षोणिभृत्करमोचनप्रभृतिकृत् प्रादात्स्फुरमानकम् ॥ ९ ॥ खेनावृत्ति वसंतराजविवृती वृत्तिश्च कादम्बरी, श्रीसारस्वतवृत्तयश्च विवृतिः काव्यप्रकाशस्य च । नाम श्रेणिविवेकपूर्वकविलासग्रन्थवृत्ती तथेत्यादिन्यो रचयांचकार रुचिरग्रन्थाश्च निर्ग्रन्थराट् ॥ १० ॥ सर्वे निर्विषयीकृता यतिजनाः श्रीमजिहांगीरभूभर्ना गूर्जरमण्डले स्वस्वविधे सत्कृत्य यः स्थापितः । श्रीमद्वाचकसिद्धिचंद्रगणियुग्युक्तं युगान्ते मरुत्,
कैलाशान्वितमेरुतो परमगं कं कं न चाकम्पयत् ? ॥ ११ ॥ * ૨૨૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org