________________
શાસન-પ્રભાવક ગુરુ-શિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર શ્રી લેવાની વિજ્ઞપ્તિ કરી પણ તેમણે લીધી નહિ, કારણ કે તેઓ નિ:સ્પૃહ મુનિ હોઈ તેની ઇચ્છા ધરાવે જ નહિ.
તે જ વખતે અજીજ કેકાની વિજ્ઞપ્તિ આવી કે લડાઈમાં જામને જીતીને તેના બધા માણસને પકડેલ છે. આ સાંભળી શાહ રાજી થયે અને ગુરુને સત્કાર આપે ને પૂર્ણપાત્ર ત્યે એમ કહ્યું. ગુરુએ કહ્યું “મારા પર અનુગ્રહ કરી સારાષ્ટ્ર-દેશના બંદીવાને છેડી મૂકો.” આ પ્રાર્થના પર વિચાર કરી બાદશાહે કહ્યું “(તે બંદીવાનેને છોડી મૂકવાની) આપની પ્રાર્થનાનો ભંગ ન થાઓ. તેને છોડી મૂકવા એ તો નજીવી વાત છે, પણ આપની પ્રાર્થનાથી સર્વ સારાષ્ટ્ર આપને આપી દેવામાં આવે છે.” તે જ વખતે બંદીવાનેને છોડી મૂકવાનું ફરમાન લખાવી તેમાં પોતાની મહોર મારી ગૂર્જર મંડલમાં મોકલાયું.
લાહોરમાં પૂર્વ ઉપાશ્રય નહોતો તેથી તે માટે ચિન્તા થતાં ગુરુએ શાહને વાત કરી કે આ મોટા શહેરમાં દૂર સ્થાનેથી મારે આવવું પડે છે, વળી તે સ્થાન મને અનુકૂળ નથી. શાહે કહ્યું: “મારાં અનેક મહેલો છે, ભવ્ય સ્થાને છે તેમાંથી તમને યોગ્ય લાગે તે .” તેમણે જણાવ્યું કે “તેમાંનું એક પણ અનુકૂલ નથી; મુનિસ્થાન માટે અનુકૂલ જમીન આપ.” શહેર વચ્ચે સારી જમીન આપીને તે પર સંઘે સસ્ફટિક પત્થરવાળા શિખરવાળ ઉપાશ્રય બંધાવ્યું. તેની મધ્યમાં શાંતિનાથજીનું ચૈત્ય બંધાવ્યું ને તેને સુવર્ણના કલશ મૂકાવ્યા. (૧૩૯).
એક વખત મૂલ નક્ષત્રમાં બાદશાહના મેટા પુત્રને ( સલીમને ) ત્યાં પુત્રી જન્મી, તે કંઈક પિતાને કષ્ટનું સૂચક છે એમ શિષ્ટોએ જણાવ્યું. બાદશાહે ગુરુને આ વિદ્રને શે પ્રતિકાર એમ પૂછતાં તેમણે જણાવ્યું કે જિનમંદિરમાં અષ્ટોત્તરશત સ્નાત્ર કરવામાં આવે તો વિદન જાય. બાદશાહે કહ્યું: “તરતજ તે આપના ઉપાશ્રયે કરે-હું પોતે શેખજી (સલીમ–મેટે પુત્ર-પછીથી થયેલ જહાંગીર ) સાથે આવીશ.” પછી તે કરવાને આદેશ સ્થાનસિંહને અપા. મહામેટા આડંબરથી તે મહત્સવ કરવામાં આવ્યા. તે વખતે ગુરુના ગુણથી ખેંચાઈ અસંખ્ય જનોની મેદની થઈ. અહીં બાદશાહે તે વખતે ખરતરગચ્છના મુખ્ય શ્રાવક અને રાજમાન્ય કર્મચંદ્રને પણ મોકલ્યા. પાયદલ સામત રાજાઓ સહિત
૧ અજીજ કોકા-મિરઝા અઝીઝ કોકલીશ-મિરજા અજીઝ કોકા-કે જેને ખાને આઝમ ( મોટા આઝમ)-આઝમખાન કહેતા, તેણે સન ૧૫૮૮ થી ૧૫૯૨ સુધી અમદાવાદના સૂબા તરીકે કામ કર્યું હતું. જુઓ મિરાતે અહમદી.
૨ જામજામ સંતો-સતરશાલજી (શત્રુશલ્યજી).
૩ ઉત્સવમાં મિત્રો જે બલથી વસ્ત્ર માળા આદિથી પૂર્ણપાત્ર લે છે તે પૂર્ણપાત્ર એવો એક બ્લેક આપી આ પ્રતમાં બતાવ્યું છે.
* ૨૩૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org