Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મગનલાલ દલપતરામને સંક્ષિપ્ત પરિચય આવ્યું. તેઓ સંવેગી સાધુ હોવાથી ત્યાં જવા અશક્ત હોવાથી રા. રા. વીરચંદ રાઘવજી ગાંધીને તેમના પ્રતિનિધિ તરીકે મેકલવા મહારાજ સાહેબને દઢ વિચાર થયો. આ વખતે મુંબઈને સંઘ વિરુદ્ધ પડ્યો અને કોઈપણ રીતે રા. વીરચંદ ગાંધીને ન જ જવા દેવા એવા મમતમાં આવી ગયો. આ વખતે શા. મગનલાલ દલપતરામે ઘણો પ્રયાસ કરી, દરેક શેઠીઆઓને મળી, સમજાવી, સારી રકમની મદદ મેળવી હતી અને ગુરુભક્તિની સચોટ છાપ પાડી હતી, અને પોતે પણ પોતાના ગજા કરતાં વધુ સારી એવી રકમ ભરી મહારાજ સાહેબની ઈચ્છા પાર પાડી હતી. આ રીતે ભાઈ વીરચંદ ગાંધીને ચિકાગો ધર્મસભામાં મોકલી આપ્યા હતા.
જ્યારે ભાઈ વીરચંદ પાછા આવ્યા ત્યારે લેકે શ્રી. વીરચંદને સંઘબહાર મૂકવાની વાતો કરતા હતા તે વખતે, જાહેર હિંમત બતાવી, તેમની સાથે ખાવા-પીવાને સંબંધ રાખી, તેમજ ભાયખલામાં બસો પરણાઓનું જમણ કરી, ભાઈ વીરચંદ સાથે સંપૂર્ણ વહેવાર ચાલુ કરી, શા મગનલાલે વિરોધ પક્ષવાળાઓને બોલતા બંધ કરી દીધા હતા.
ખાનગી જીવનમાં પણ મહારાજ સાહેબની આજ્ઞાનું તેઓ સંપૂર્ણ રીતે પાલન કરતા. તે વખતે અમદાવાદમાં મિલો ઘણી ઓછી હતી અને શા. મગનલાલની આબરુ, ઈજ્જત, આવડત સારી હોવાથી તેમના મિત્રો તેમજ સંબંધીઓએ એક મિલ કરવા ઘણે આગ્રહ કર્યો હતો, પણ મિલ કરવામાં પંદર કર્માદાનનો મહાદેષ આવે છે તેથી તેમણે બધાને સાફ ના કહી. ગુરુનાં વચન પર શ્રદ્ધા હોવાથી મેટે આર્થિક લાભ તેમણે જતો કર્યો.
મરણ નજીક આવેલું છતાં છેવટ સુધી ધર્મમાં ચુસ્ત રહ્યા હતા. ધર્મને બાધ આવે તેવી કેઈપણ દવા પિતાને નહિ આપવાને પોતાના પુત્રોને ફરમાવ્યું હતું. તેમના મૃત્યુના ૨-૩ કલાક પહેલાં તેમના એક પરધમી મિત્ર તબિયતની ખબર કાઢવા આવ્યા. તેમની મહુંમ પર ઘણું શ્રદ્ધા અને લાગણી હતી. ત્રીસથી વધુ વર્ષનો સંબંધ હતો. મહું જે કંઈ કહે તે તેઓ માનતા. તેમને પોતાની પાસે બોલાવીને મહેમે વિનંતિ કરી કે તેમના માનની ખાતર એક કંદમૂળનો કાયમને માટે ત્યાગ કરો. આ શબ્દો તે મિત્રે તરત વધાવી લીધા અને કંદમૂળત્યાગની પ્રતિજ્ઞા લીધી. આવા અનેક દાખલા તેમના જીવનમાં બન્યા હતા. પુત્રો, પુત્રી, પિત્રો વગેરે બહોળ વિસ્તાર મૂકી સંવત્ ૧૯૬૨ માં તેઓ દેવલોક પામ્યા. તેમના વિસ્તારમાં તેમના પત્ર રા. રમણીકલાલ કેશવલાલ ઝવેરી હાલ મુંબઈની હાઈકોર્ટના સોલિસિટર તરીકે મેસર્સ ઝવેરી કંપનીના નામથી રા. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી સાથે ભાગમાં બંધ કરે છે.
* ૨૨૦ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org